fbpx

પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા

Spread the love

પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા

વોટર એટીએમ ટેન્ડરના બિલ માટે રૂા. 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો સામે આવ્યો છે પ્રાંતિજ નગરપાલિકામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડાને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ રૂા. 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા

મળતી માહિતી મુજબ, ફરિયાદીએ ટેન્ડર આધારે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં બે વોટર એટીએમ મશીન સ્થાપિત કર્યા હતા આ કામગીરીના બિલ મંજૂર કરવા બદલ આસિસ્ટન્ટ એન્જિનિયરે ટકાવારી પ્રમાણે રૂા. 45 હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ગાંધીનગર એ.સી.બી. યુનિટે છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી આરોપી અધિકારીએ ફરિયાદીને ગાંધીનગર ખાતે કર્મયોગી ભવન સામે બોલાવ્યો હતો જ્યાં ફરિયાદી પાસેથી રૂા. 45 હજારની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે રાજદીપસિંહ ચાવડાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને લાંચની સંપૂર્ણ રકમ કબજે લીધી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાની સરકારી સત્તાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ સમગ્ર ટ્રેપ કામગીરી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીનું સુપરવિઝન ઈન્ચાર્જ મદદનીશ નિયામક વી.બી. પટેલે કર્યું હતું જ્યારે નાયબ નિયામક હરેશ મેવાડા સમગ્ર ઓપરેશનના ઇન્ચાર્જ રહ્યા હતા આ ઘટનાને પગલે પ્રાંતિજ નગરપાલિકા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!