fbpx

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

Spread the love

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા. મીનાએ ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ મેડલ જીત્યા પછી ખેલાડીઓ સાથે જે બન્યું તે દિલ હલાવી નાખે તેવું હતું. દેવ અને કુલદીપને તેમના પોલને લઇ જવા માટે E-રિક્ષાનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. તેમની પડેલી મુશ્કેલીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સ્પર્ધા પુરી થયા પછી, બંને ખેલાડીઓને હોટલમાં પાછા ફરવું હતું,  તેમની સાથે 5.45-મીટરના ઘણા પોલ હતા. તેમને લઇ જવા માટે તેમની પાસે કોઈ યોગ્ય વાહન નહોતું. ત્યાર પછી ખેલાડી દેવ અને કુલદીપે તેમને E-રિક્ષામાં જેમ તેમ મૂકીને હોટેલ જવા માટે નીકળી ગયા હતા.

Champions-E Rickshaw

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, રાષ્ટ્રીય રેકોર્ડ ધારકોને આ રીતે મુસાફરી કેમ કરવી પડે છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે પોલ વોલ્ટર્સને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘રમતગમત અધિકારીઓને શરમ આવવી જોઈએ. તેમણે આવા રમતગમતના સાધનોને લાવવા લઇ જવા માટે અલગ વાહનની વ્યવસ્થા કરવી જોઈએ.’

Champions-E Rickshaw

પીટર સલાઝાર નામના યુઝરે લખ્યું, ‘આ ઘણું શરમજનક છે. જ્યારે આપણા મંત્રીઓ 35 કારના કાફલાઓમાં મુસાફરી કરે છે, ત્યારે આપણે આપણા ખેલાડીઓને, ખાસ કરીને જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે, તેમને મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી પાડી શકતા નથી.’

તજિન્દર સિંહ ગિલ નામના યુઝરે લખ્યું, ‘શરમજનક. જો આપણે આપણા ગરીબ ખેલાડીઓને મૂળભૂત સુવિધાઓ પણ આપી શકતા ન હોઈએ તો, આપણે વિશ્વના ટોચના ખેલાડીઓને કેવી રીતે હરાવી શકીશું?’

દેવ મીણા અને કુલદીપ એ એથ્લેટ હતા, જેમને થોડા સમય પહેલા લાંબા પોલ્સ લઇ જવાને કારણે ટ્રેનમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા. તેઓ ઘણા કલાકો સુધી સ્ટેશન પર રાહ જોતા રહ્યા અને તેમની પાસેથી ભારે ફી પણ વસૂલવામાં આવી.

Champions-E Rickshaw

તે સમયે, બંને ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને સરકારને મદદ માટે અપીલ કરી. જોકે, સમસ્યા યથાવત છે. તેમને હજુ પણ શહેરની અંદર મુસાફરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દેવ કુમાર મીણા અને કુલદીપ કુમારે 5.45 મીટરની છલાંગ લગાવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. અગાઉનો રેકોર્ડ 5.41 મીટરનો હતો, જે તાજેતરમાં ભુવનેશ્વરમાં કુલદીપ કુમારે જ બનાવ્યો હતો. ગણતરીના આધારે, દેવ કુમાર મીણાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કુલદીપને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

Leave a Reply

error: Content is protected !!