fbpx

‘ડોન 3’ છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

Spread the love

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો છે. FWICEએ અભિનેતા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમની સામે અસહકારનો નિર્દેશ બહાર પાડ્યો છે. સમગ્ર ફિલ્મ ઉદ્યોગને હવે તેમની સાથે કામ ન કરવાનું કહેવામાં આવ્યું છે. ફરહાન અખ્તરના શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ ‘ડોન 3’માંથી અચાનક નીકળી જવાને કારણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

Ranveer Singh-FWICE

ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ચાલી રહેલા ‘ડોન 3’ વિવાદમાં મધ્યસ્થી કરવા માટે FWICEએ આ મામલે દખલ દીધી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ફેડરેશનના મુખ્ય સલાહકાર, અશોક પંડિતે આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને શૂટિંગ શરૂ થાય તેના થોડા દિવસો પહેલા જ કલાકારોના ફિલ્મ છોડી દેવાના બદલાતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. અશોક પંડિતે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ બાબતે એક બેઠક કરશે અને પછી કોઈ નિર્ણય લેશે.

Farhan Akhtar

‘ડોન 3’ જે પહેલાથી જ ઘણા વધારે વિલંબનો સામનો કરી રહી હતી અને તેના મોટા મોટા સ્ટાર કાસ્ટને કારણે લોકોનું ધ્યાન ખેંચી રહી છે, શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, FWICEના પ્રમુખ BN તિવારી, મુખ્ય સલાહકાર અશોક પંડિત, મુખ્ય સચિવ અશોક દુબે અને ખજાનચી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ એક મહત્વપૂર્ણ આંતરિક બેઠકમાં હાજર રહેવાના હતા. બેઠક પછી, ફેડરેશનના નિર્ણયની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજવાની પણ અપેક્ષા હતી.

Ranveer Singh-FWICE

‘ડોન 3’ ઘણા વર્ષોથી વિવિધ કારણોસર આગળ વધતી જ ન હતી. રણવીર ઉપરાંત, આ ફિલ્મમાંથી પહેલા કિયારા અડવાણીએ તેની ગર્ભાવસ્થાને કારણે પ્રોજેક્ટને છોડી દીધો હતો. પછી, સમાચાર આવ્યા કે વિક્રાંત મેસી, જે મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવવાનો હતો, તેણે પણ ફરહાનની ફિલ્મ છોડી દીધી હતી. જો કે, રણવીર ગયા પછી આ વિવાદ વધુ વધ્યો. ધુરંધર જેવી મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા પછી, અભિનેતાએ અચાનક ‘ડોન 3’ છોડી દીધી, જેના પરિણામે નિર્માતાઓને ઘણું મોટું નુકસાન થયું.

Ranveer Singh-FWICE

ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાનીએ દાવો કર્યો હતો કે, રણવીરે શૂટિંગના 10 દિવસ પહેલા આ પ્રોજેક્ટ છોડી દીધો હતો, જેના કારણે ઘણું મોટું નાણાકીય નુકસાન થયું હતું. જો કે, રણવીરે દાવો કર્યો હતો કે ફરહાન અખ્તર તરફથી ખુબ મોડું થઇ રહ્યું હતું. તેની સાથે તે સ્ક્રિપ્ટથી પણ નાખુશ હતો. ફરહાન અખ્તરે રણવીર પાસેથી રૂ. 40 કરોડનું વળતર માંગ્યું હતું, જે અભિનેતાએ હજુ સુધી ચૂકવ્યું નથી. હવે જોવાનું એ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પ્રતિબંધિત થયા પછી રણવીર શું પગલાં લેશે.

Leave a Reply

error: Content is protected !!