fbpx

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ ‘પ્લસ’? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

Spread the love

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર લોકો આ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સના ઉપયોગ પર પડશે. મેટાએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માટે નવા પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા છે. જો આવા સમાચાર અને પોસ્ટ્સથી તમારું સોશિયલ મીડિયા ફીડ ભરાય ગયું છે અને તમને ચિંતા થાય છે કે હવે તમારે ફક્ત ચેટ કરવા અથવા રીલ્સ પર આંગળીઓ ફેરવવા માટે તમારા ખિસ્સામાં ખાલી કરવા પડશે એવું બિલકુલ નથી. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ ચાલુ રાખવા માટે તમારે એક પણ પૈસો ચૂકવવો પડશે નહીં.

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ત્રણેય એપ્સ માટે પ્લસ વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીએ મહિના પહેલા જ આ જાહેરાત કરી હતી. તે એક સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ છે, જે તેની સાથે ઘણી બધી વધારાની સુવિધાઓ લાવે છે. તે તમારી ચેટ સ્ક્રીનને તમારી રુચિ અનુસાર કસ્ટમાઇઝ કરવા માટે અસંખ્ય વિકલ્પો પ્રદાન કરે છે જેમ કે પ્રીમિયમ સ્ટીકર પેક, એનિમેટેડ ઇફેક્ટ્સ સાથે. કુલ 18 સ્ટીકરોની મદદથી તમે એપ્લિકેશનની લીલી સ્ક્રીનથી છૂટકારો મેળવી શકો છો. આ સાથે જ, તમને 14 અલગ-અલગ એપ્લિકેશન આઇકોન પ્રાપ્ત થશે, જેમાં મિનિમલ લુકથી લઈને ચમકતા ચાંદનીવાળા આઇકોનનો સમાવેશ થાય છે.

meta4

WABetaInfo અનુસાર, પ્લસ મોડેલના વપરાશકર્તાઓ પાસે એકસાથે 20 ચેટ સુધી પિન કરવાનો વિકલ્પ મળશે; હાલમાં નોર્મલ વર્ઝનમાં ફક્ત ત્રણ પિનનો જુગાડ છે. ચેટમાં તમને સિંગલ થીમ લગાવવાનો પણ વિકલ્પ મળશે. આ સાથે, 10 એક્સક્લૂઝિવ રિંગટોન જેમ કે ફ્લટર, ટેમ્પો, રિપલ, ક્વેસ્ટ, ડ્રમ, મર્મર, ફ્લક્સ, મેડો, બબલ અને કાર્નિવલ પણ મળશે.

ભારત માટે હજુ સુધી કિંમતની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી; જોકે, માસિક સબ્સ્ક્રિપ્શન WhatsApp માટે ₹78 અને Instagram માટે લગભગ ₹387ની આસપાસ રહેવાની અપેક્ષા છે. પરંતુ જેમ અમે કહ્યું કે, આ એક એક્સ્ટ્રા સર્વિસ છે, જો તમારું મન થાય અને તમારી પાસે થોડા પૈસા છે તો લઇ લો! આમાં સબ્સ્ક્રાઇબ કરવા અંગે મેટા તરફથી કોઈ પ્રતિબંધો નથી.

meta2

તમારી એપ્લિકેશનની કોઈપણ સુવિધાને આના કારણે બંધ કરવામાં આવશે નહીં. પ્લસ વર્ઝન ફક્ત એક તડકાવાળી દાળ છે, જો તમને તે પસંદ હોય તો ખાઓ. નહીંતર પીળી દાળ પણ એટલી જ સ્વાદિસ સ્વાદિષ્ટ હોય છે.

Leave a Reply

error: Content is protected !!