પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીની ચોથી સાધારણ સભા યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીની ચોથી સાધારણ સભા માલ્કડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા વૃદ્ધાશ્રમ ખાતે યોજાઈ હતી



સભામાં મંડળીના હોદેદારો, સભાસદો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાસભાની શરૂઆત મહાનુભાવોના સ્વાગત અને સન્માન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ મંડળીના વાર્ષિક હિસાબોનું વાચન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ વિકાસલક્ષી અને વહીવટી કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી સભામાં રજૂ કરાયેલા તમામ ઠરાવો અને કાર્યોને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી હતીમંડળીમાં કુલ 700 જેટલા સભાસદો નોંધાયેલા છે, જેમાંથી આશરે 200 જેટલા સભાસદોએ સભામાં હાજરી આપી હતી સભામાં મંડળીના ચેરમેન જીતેન્દ્રકુમાર ચીમનભાઈ પટેલ, વાઇસ ચેરમેન કલ્પેશભાઈ જયંતિલાલ પટેલ, મેનેજર મનનકુમાર પ્રવિણભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ સહિત મંડળીના અન્ય હોદેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતાસભાના અંતે મંડળીના વિકાસ, ખેડૂતોના હિત અને સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીની આ સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી