fbpx

પ્રાંતિજ ખાતે મહિલા સશક્તિકરણના સંકલ્પ સાથે શ્રી શક્તિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટની ત્રીજી વાર્ષિક સભા સંપન્ન

Spread the love

પ્રાંતિજ ખાતે મહિલા સશક્તિકરણના સંકલ્પ સાથે શ્રી શક્તિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટની ત્રીજી વાર્ષિક સભા સંપન્ન

શ્રી શક્તિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટની ત્રીજી વાર્ષિક સભા ભવ્ય રીતે યોજાઈ

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે પ્રાંતિજમાં વાર્ષિક સભા સંપન્ન

સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરતી શ્રી શક્તિ મહિલા ટ્રસ્ટની વાર્ષિક બેઠક

પ્રાંતિજમાં શ્રી શક્તિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટની ત્રીજી સાધારણ સભા યોજાઈ

સમાજસેવા અને મહિલા વિકાસના સંકલ્પ સાથે ટ્રસ્ટની વાર્ષિક સભા સફળતાપૂર્વક સંપન્ન

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ માલ્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ શ્રી દશામા ની વાડી ખાતે શ્રી શક્તિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટની ત્રીજી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી તો કાર્યક્રમનો પ્રારંભ મહેમાનશ્રીઓ તથા ટ્રસ્ટના કારોબારી સભ્યોના વરદહસ્તે દીપપ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો

શ્રી શક્તિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ ની ત્રીજી વાર્ષિક સભા યોજાઈ જેમા સભાની શરૂઆત બુદ્ધવંદના સાથે કરવામાં આવી હતી ત્યારબાદ સભાના પ્રમુખ તરીકે શ્રીમતી મંજુલાબેન રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તો કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સ્વર્ગસ્થ સભાસદો સ્વ. રતનબેન મુકેશભાઈ ફતેપુર અને સ્વ. હિરલબેન ભાર્ગવકુમારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પરીખ કૈલાશબેને મહેમાનો અને ઉપસ્થિત સભ્યોનું શાબ્દિક સ્વાગત કરી સૌનું અભિવાદન કર્યું હતું તો આ પ્રસંગે વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત કૈલાસબેન અનુપસિંહ રાઠોડ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કારોબારી સભ્ય તથા જનરલ કારોબારીના સંગઠન મંત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું પ્રમુખ મંજુલાબેન રાઠોડે પોતાના સંબોધનમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ, મહિલા ઉત્થાનના પ્રયાસો અને સમાજહિતના કાર્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું તો એજન્ડા મુજબ પ્રવિણાબેન રાઠોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રસ્ટના સેક્રેટરી રીટાબેન વણકરે વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ, સેવાકીય કાર્યો, નાણાકીય અહેવાલ તથા ભાવિ આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી તો પ્રસંગે ઉપસ્થિત મહેમાનઓએ પોતાના ઉદ્દબોધનમાં મહિલાઓને શિક્ષણ, સ્વાવલંબન અને સામાજિક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી તેમજ ટ્રસ્ટની સેવાકીય કામગીરીને બિરદાવી હતી કાર્યક્રમના અંતે અંજનાબેન અનિલભાઈ આંજણાએ આભારવિધિ વ્યક્ત કરી હતી ત્યારબાદ સૌએ સહભોજનનો લાભ લીધો હતો કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો, આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!