fbpx

હોટલમાં પતિ સાથે મળી આવી ગર્લફ્રેન્ડ, પછી બંને મહિલાઓ વચ્ચે થયા હાઇ-વૉલ્ટેજ ડ્રામા

Spread the love

હોટલમાં પતિ સાથે મળી આવી ગર્લફ્રેન્ડ, પછી બંને મહિલાઓ વચ્ચે થયા હાઇ-વૉલ્ટેજ ડ્રામા

ઉત્તર પ્રદેશના આગ્રામાં પતિ, પત્ની અને કથિત ગર્લફ્રેન્ડ વચ્ચેનો એક હાઇ-વોલ્ટેજ ડ્રામા ચર્ચાનો વિષય બન્યો છે. તાજગંજ વિસ્તારમાં એક હોટલની અંદર શરૂ થયેલો આ વિવાદ રસ્તા સુધી પહોંચી ગયો, જ્યાં બંને મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઇ. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, એક પરિણીત પુરુષ તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે તાજગંજ વિસ્તારમાં TDI મોલની પાછળ આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની પત્નીને આ વાતની જાણ થઈ ગઈ. ત્યારબાદ પત્ની પણ હોટલમાં પહોંચી ગઈ અને તેના પતિને કથિત ગર્લફ્રેન્ડ સાથે પકડી લીધો.

એવું કહેવાય છે કે હોટલની અંદર જ પત્ની અને કથિત ગર્લફ્રેન્ડ વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો. થોડીવારમાં જ આ વિવાદ વધી ગયો અને ઉગ્ર બોલાચાલીમાં પરિણમ્યો. પરિસ્થિતિ બગડતી જોઈને પતિએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો અને તેની કથિત ગર્લફ્રેન્ડને હોટલની બહાર લઈ ગયો. હોટેલમાંથી બહાર નીકળ્યા પછી, કથિત ગર્લફ્રેન્ડે તેના સ્કૂટર પર ઘટનાસ્થળેથી નીકળી જવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પત્ની તેની પાછળ દોડી પડી. એવો આરોપ છે કે પત્નીએ સ્કૂટર રોકીને પ્રેમિકાને નીચે ખેંચી લીધી અને ચપ્પલથી મેથીપાક ચખાડ્યો. ત્યારબાદ રસ્તા પર બે મહિલાઓ વચ્ચે જોરદાર ઝપાઝપી શરૂ થઇ ગઇ.

GF-Wife3

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઝઘડા દરમિયાન કથિત પ્રેમિકાએ પત્નીના વાળ પકડીને જમીન પર પછાડી દીધી. આટલું જ નહીં, તેને થોડે દૂર સુધી ધસડવાની વાત પણ સામે આવી. બીજી તરફ, પત્નીએ પણ વળતો પ્રહાર કરતા તેના પતિને ચપ્પલથી માર માર્યો અને કથિત પ્રેમિકા પર લાતો અને મુક્કાઓનો વરસાદ કર્યો. પરિસ્થિતિ ત્યારે ગંભીર બની ગઈ જ્યારે કથિત પ્રેમિકાએ ગુસ્સામાં એક ઈંટ ઉપાડી લીધી અને મહિલા તરફ આગળ વધી. જોકે, પતિએ આગળ આવીને તેને રોકી લીધી. ઝઘડા દરમિયાન પત્નીના કપડાં પણ ફાટી ગયા.

GF-Wife

રસ્તા પર ચાલી રહેલા હોબાળાને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ આખરે દરમિયાનગીરી કરી અને બંને મહિલાઓને અલગ કરી. ત્યારબાદ, કથિત પ્રેમિકા તેનું સ્કૂટર લઈને ઘટનાસ્થળેથી જતી રહી. એક રાહદારીએ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદથી, આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કેસ અંગે તાજગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક જસવીર સિરોહીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી બંને પક્ષો દ્વારા કોઈ ફરિયાદ કે લેખિત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. પોલીસને હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી.

Leave a Reply

error: Content is protected !!