fbpx

પ્રાંતિજ તાલુકામાં એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી

Spread the love

પ્રાંતિજ તાલુકામાં એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ, નનાનપુર, વાઘરોટા, રાસલોડ સહિતના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પંકજકુમાર કટારાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી


કાર્યક્રમ દરમિયાન કિશોર-કિશોરીઓને તંદુરસ્ત જીવનશૈલી અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ ઉપરાંત પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ તેમજ આયર્ન ફોલિક એસિડ (IFA) ટેબલેટના લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પ્રાંતિજના એડોલેસન્ટ કાઉન્સેલર મોઇન લુહાર અને સોનાસણ આરોગ્ય કેન્દ્રના મનીષાબેન વાળંદ દ્વારા પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મંત્ર પટેલના માર્ગદર્શન હેઠળ સોનાસણ ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે ૪૫ જેટલા કિશોર-કિશોરીઓને આરોગ્યલક્ષી સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા હેલ્થ વિઝિટર શીલાબેન ગામેતી તથા પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર પ્રગ્નેશભાઈ મોદી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોર-કિશોરીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવી તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!