fbpx

79ના વરરાજાને યુવાન કન્યાની શોધ! 50 રૂમનો મહેલ અને કરોડોની સંપત્તિ, પરંતુ માનવી પડશે આ શરત

Spread the love

79ના વરરાજાને યુવાન કન્યાની શોધ! 50 રૂમનો મહેલ અને કરોડોની સંપત્તિ, પરંતુ માનવી પડશે આ શરત

આજકાલ સોશિયલ મીડિયા પર બ્રિટિશ અબજપતિની ખૂબ ચર્ચા થઇ રહી છે. કહાની કંઇક એવી છે કે 79 વર્ષીય આ શ્રીમંત વર્ષીય વૃદ્ધ પોતાના જીવનના આ તબક્કે એક યુવાન પત્ની શોધી રહ્યા છે. એવું કહેવાય છે કે જે પણ સ્ત્રી તેની સાથે લગ્ન કરશે, તેને બદલાને 50 રૂમની ઐતિહાસિક હવેલી, કરોડોની સંપત્તિ અને વૈભવી જીવનશૈલી મળશે. જોકે, વૃદ્ધ અબજપતિની પણ એક મોટી શરત છે.

British-billionaire1

સર બેન્જામિન સ્લેડ કોણ છે?

અહીં વાત થઇ રહી છે સર બેન્જામિન સ્લેડની, જેઓ બ્રિટનના એક પ્રખ્યાત શ્રીમંત છે. તેઓ સોમરસેટમાં સ્થિત ‘મૌન્સેલ હાઉસ’ નામની એક અદભુત, સદીઓ જૂની મિલકત ધરાવે છે. આ ભવ્ય હવેલીમાં 50 રૂમ, ભવ્ય બગીચા અને શાહી ઠાઠ-માઠ છે. જો કે, બેન્જામિનની ઉંમર 80 વર્ષ નજીક પહોંચી રહી છે, એટલે તેમને ચિંતા સતાવી રહી છે કે તેમના ગયા પછી આ વિશાળ સામ્રાજ્યનું સંચાલન કોણ કરશે. તેઓ ઇચ્છે છે કે તેમની ભાવિ પત્ની તેમના પરિવારના વારસાને આગળ ધપાવે. બદલામાં, તે તેના ભાવિ જીવનસાથીને અતિ વૈભવી જીવન પૂરું પાડવાનું વચન આપી રહ્યા છે.

દુલ્હનને શું-શું મળશે?

બ્રિટનના આ શ્રીમંત વૃદ્વે સંભવિત પત્નીને આકર્ષવા માટે આકર્ષક ઓફરોની શ્રેણી રજૂ કરી છે. તેમનું કહેવું છે કે તેમની પત્ની તરીકે તેને 50 રૂમની ભવ્ય હવેલીમાં રહેવાની તક મળશે અને દર વર્ષે ખર્ચ કરવા માટે પુષ્કળ પોકેટ મની મળશે. સાથે જ, વિશ્વભરમાંથી વૈભવી કાર અને સંપૂર્ણ સુરક્ષિત VIP જીવનશૈલી મળશે.

બેન્જામિન પરપેક્ટ જીવનસાથીની શોધમાં કોઈ કસર છોડી નથી. તેણે વિવિધ ડેટિંગ સાઇટ્સ પર પ્રોફાઇલ બનાવી છે, અખબારોમાં જાહેરાતો આપી છે, અને ટેલિવિઝન પર પણ પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. જો કે, તેઓ પોતે સ્વીકારે છે કે શોધ જેટલી સરળ દેખાય રહી હતી, તેટલી નથી. તેમને ઘણી સ્ત્રીઓ તરફથી પ્રપોઝલ મળ્યા છે, પરંતુ તેઓ ખૂબ જ સાવધાનીથી આગળ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે એક એવા જીવનસાથીની શોધમાં છે જે ફક્ત પૈસા માટે નહીં પણ સાચો સંબંધ નિભાવવા આવે.

Man-Buys-34th-Floor-Flat2

આ સમાચાર ઓનલાઈન વાયરલ થઈ રહ્યા છે, અને લોકો તેના પર ખૂબ મજા લઇ રહ્યા છે. નેટીઝન્સ વચ્ચે આ અનોખા એજ-ગેપ સંબંધ અંગે ચર્ચા શરૂ થઈ છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે, ‘શું આ એકલતાનું પરિણામ છે કે પૈસાનો ઘમંડ છે?’ જ્યારે કેટલાક તેને ધનવાન વ્યક્તિની ધ્યાન આકર્ષિત કરવાનું ગણાવી રહ્યા છે, ત્યારે અન્ય લોકોનું માનવું છે કે આટલા વિશાળ વારસાનું સંચાલન કરવા માટે વારસદાર વિશે ચિંતા થવી સ્વાભાવિક છે.

Leave a Reply

error: Content is protected !!