પ્રાંતિજ પોલીસને મોટી સફળતા ગુજરાત-રાજસ્થાનમાં બાઈક ચોરીનો આતંક મચાવનારા બે આરોપી ઝડપાયા
– પ્રાંતિજ પોલીસનો મોટો ઘા 16 ચોરાયેલી બાઇક અને મંદિર ચોરીનો મુદ્દામાલ સાથે બે ઝડપાયા
– ગુજરાત-રાજસ્થાનમાં બાઇક ચોરી કરનાર ગેંગનો ભાંડો ફૂટ્યો, રૂ 368 લાખનો મુદ્દામાલ કબજે
– પ્રાંતિજ પોલીસની સફળ કામગીરી 16 મોટરસાયકલ સાથે બે આરોપી ઝડપાયા, બે હજુ ફરાર
– મંદિર ચોરીથી લઈને બાઇક ચોરી સુધીના ગુનાઓનો પર્દાફાશ, પ્રાંતિજ પોલીસની મોટી કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસને વાહનચોરી અને મંદિર ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છેગુજરાત અને રાજસ્થાનમાં મોટરસાયકલ ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપનાર બે શાતિર આરોપીઓને ઝડપી તેમની પાસેથી કુલ 16 ચોરાયેલ મોટરસાયકલ તેમજ મંદિર ચોરીનો મુદ્દામાલ મળી કુલ રૂ 3,68,040નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે



નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), પોલીસ અધિક્ષક ડૉ પાર્થરાજસિંહ ગોહીલ (IPS) અને વિભાગીય પોલીસ અધિકારી સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ વાહનચોરી તથા મિલ્કત સંબંધિત ગુનાઓને રોકવા અને ઉકેલવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર એએમ વાળા તથા તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની હિરો HF ડિલક્સ મોટરસાયકલ પર બે શંકાસ્પદ વ્યક્તિઓ હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે બાતમીના આધારે કમાલપુર ગામની સીમમાં કોલેજ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યાંથી પસાર થતી નંબર પ્લેટ વગરની મોટરસાયકલને રોકી તપાસ કરવામાં આવતા તેના પર સવાર પરેશભાઈ નાથાભાઈ ગમાર રહે સેબલીયા, તા પોશીના, જી સાબરકાંઠા અને કલ્પેશભાઈ ઉર્ફે કુકો લક્ષ્મણભાઈ પારગી રહે સડા વડલા, તા કોટડા, જી ઉદયપુર, રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે મોટરસાયકલના એન્જિન અને ચેસિસ નંબરની તપાસ કરતાં તે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનામાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું વધુ તપાસ દરમિયાન આરોપી પરેશભાઈની તલાશી લેતા તેની પાસેથી ચાંદીના પાંચ છત્તર મળી આવ્યા હતા પૂછપરછમાં આરોપીઓએ ઓડા ગામની સીમમાં આવેલા માતાજીના મંદિરમાંથી આ છત્તરો ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું આ ચાંદીના છત્તરોની કિંમત આશરે રૂ 23,040 હોવાનું જાણવા મળ્યું છે પોલીસ સ્ટેશન ખાતે લાવી બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેમણે ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી કુલ 16 મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે તેમની પાસેથી રૂ 3,45,000 કિંમતની 16 મોટરસાયકલો તેમજ રૂ 23,040 કિંમતના ચાંદીના પાંચ છત્તરો મળી કુલ રૂ 3,68,040નો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે જાદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે પ્રાંતિજ પોલીસની આ કામગીરીને સ્થાનિક સ્તરે નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે વાહનચોરી અને મંદિર ચોરીના અનેક ગુનાઓ ઉકેલાતા લોકોને પણ રાહતનો શ્વાસ મળ્યો છે
પકડાયેલ આરોપીઓ
(૧) પરેશભાઈ નાથાભાઇ ગમાર રહે.સેબલીયા તા.પોશીના જી.સાબરકાંઠા
(૨) કલ્પેશભાઇ ઉર્ફે કુકો લક્ષ્મણભાઇ પારગી રહે.સડા વડલા તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
પકડવાના બાકી આરોપીઓ
(૧) જેથાભાઈ ઉર્ફે જેઠાભાઇ લક્ષ્મણભાઇ પારગી રહે.સડા વડલા તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
(૨) પાથાભાઈ નવલાભાઇ પારગી રહે.સડા વડલા તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન


