fbpx

પ્રાંતિજમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી: મોંઘવારી અને NEET મુદ્દે ઉગ્ર વિરોધ

Spread the love

પ્રાંતિજમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી: મોંઘવારી અને NEET મુદ્દે ઉગ્ર વિરોધ
– પ્રાંતિજ તથા તાલુકા માંથી કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા
– બેનરો, પોસ્ટરો સૂત્રોચ્ચાર સાથે રેલી નિકળી
 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ તાલુકા અને શહેર સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારી તેમજ NEET પરીક્ષા રદ કરવાના મુદ્દે જન આક્રોશ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામાભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા


કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને મોંઘવારી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને રોષ વ્યક્ત કર્યો હતો રેલીમાં ડીઝલ, પેટ્રોલ, ખાતર સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે તેમજ NEET પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા અન્યાયના મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા જન આક્રોશ રેલી ભાંખરીયા બસ સ્ટેશનથી પ્રસ્થાન કરીને હનુમાન મંદિર, ખોડીયાર કુવા, લાલ દરવાજા માર્ગે નાની ભાગોળ વિસ્તારમાં આવેલા પંખીધર સુધી પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામાભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામસિંહ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રાજ પટેલ, રેખાબેન સોલંકી, રણછોડભાઈ પટેલ, જીલ પટેલ, મનહરભાઈ પેન્ટર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતાકોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સામાન્ય જનતા મોંઘવારીના ભાર હેઠળ પીસાઈ રહી છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે સરકારનું વલણ નિરાશાજનક છે આ મુદ્દાઓને લઈને આગામી સમયમાં પણ લોકશાહી માધ્યમથી લડત ચાલુ રાખવામાં આવશે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!