fbpx

પ્રાંતિજથી સાબરકાંઠાના વિકાસ અને ઐતિહાસિક ગૌરવને ઉજાગર કરતી ‘પ્રગતિ પથ યાત્રા’નો પ્રારંભ

Spread the love

પ્રાંતિજથી સાબરકાંઠાના વિકાસ અને ઐતિહાસિક ગૌરવને ઉજાગર કરતી ‘પ્રગતિ પથ યાત્રા’નો પ્રારંભ


સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસ, સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ, શૈક્ષણિક પ્રગતિ અને ઐતિહાસિક વારસાની પ્રતીતિ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 10 થી 12 જૂન, 2026 દરમિયાન આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’નો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ અને સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યાત્રાને પ્રસ્થાન અપાયું હતું


યાત્રાનો પ્રારંભ સવારે 10 વાગ્યે વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતેથી થયો હતો અહીં બાગાયત અધિકારી બિપિનસિંહ પઢીયાર દ્વારા સેન્ટરની સ્થાપના, આધુનિક કૃષિ તકનીકો અને સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું ત્યારબાદ યાત્રા કર્કવૃત સાયન્સ પાર્ક ખાતે પહોંચી હતી વૈશ્વિક મહત્વ ધરાવતા આ સાયન્સ પાર્કમાં ખગોળ વિજ્ઞાન, પૃથ્વીની ગતિ અને વૈજ્ઞાનિક તથ્યો અંગે જીવંત પ્રયોગો અને માર્ગદર્શન દ્વારા સહભાગીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રથમ દિવસની યાત્રાનું સમાપન ન્યાય મંદિર ખાતે કરવામાં આવ્યું હતું હિંમતનગરનું આ ઐતિહાસિક સ્થળ જિલ્લાના સમૃદ્ધ વારસાનું પ્રતીક માનવામાં આવે છે આ ગૌરવવંતી પ્રગતિપથ યાત્રામાં પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , ભાજપ પ્રદેશ મંહામંત્રી પ્રદિપસિંહ રાઠોડ ,  ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ ભાઇ પટેલ  , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન જનકભાઈ પટેલ  , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ ,  હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા  ,  પ્રાંતિજ નગર પાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , જિલ્લા કલેક્ટર  લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડૉ પાર્થરાજસિંહ ગોહિલ   સહિત વિવિધ પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પ્રગતિ પથ યાત્રા’ દ્વારા જિલ્લાના વિકાસના વિવિધ મોડેલ, નવીન પ્રયોગો અને ઐતિહાસિક ધરોહરને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગામી બે દિવસ દરમિયાન યાત્રા જિલ્લાના અન્ય મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લઈને વિકાસગાથાને જનજન સુધી પહોંચાડશે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!