fbpx

ડિમોલિશન કાંડની તપાસ માટે પાલિકાના 6 અધિકારીઓની જે કમિટી બની એમાંથી 3 તો વિવાદિત છે

Spread the love

ડિમોલિશન કાંડની તપાસ માટે પાલિકાના 6 અધિકારીઓની જે કમિટી બની એમાંથી 3 તો વિવાદિત છે

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં ડિમોલિશન બાબતે ભારે હોબાળો થતા હવે સુરત મહાનગર પાલિકાએ 6 સભ્યોની હાઇ પાવર કમિટીની જાહેરાત કરી છે જે ડિમોલિશન કાંડની તપાસ કરશે. નવાઇની વાત એ છે કે, સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, સ્ટેન્ડિગ ચેરમેન અને અધિકારીઓએ વારંવાર એવું કહ્યું છે કે, નારિસર નગરમાં પાલિકાએ ડિમોલિશન કર્યું જ નથી તો પછી કમિટી બનાવવાની જરૂર કેમ પડી?

પાલિકાએ એમ એમ. ગજજર, એમ.એમ. ડોકટર, એમ.ડી, ચાવડા, આર. ડી ગાંજાવાલા અને મોહસીન એ કાગઝી એમ 6 સભ્યોની કમિટી બનાવી છે જે તપાસ કરશે.

આમા એમ.ડી. ચાવડા,કમલેશ વસાવા અને આર.ડી. ગાંજાવાલા સામે આ પહેલા વિવાદો થયા છે. તો આવા વિવાદિત અધિકારીઓની કમિટી ડિમોલિશન કાંડની તટસ્થ તપાસ કેવી રીતે કરી શકશે? એ એક મોટો સવાલ છે.

Leave a Reply

error: Content is protected !!