
આજે ગ્લોબલ એજ્યુકેશનની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. હવે ગ્લોબલ એજ્યુકેશન હાઇબ્રિડ મોડેલમાં શરૂ થઇ ગયું છે જેમાં તમને ફોરેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય પછી પહેલું વર્ષ તમારા શહેરમાં રહીને ભણવાનું હોય છે અને પછી બાકીના વર્ષ તમે વિદેશ જઇને ભણી શકો છે. આ પ્રકારનું હાઇબ્રિડ મોડેલ શરૂ થઇ ચૂક્યું છે અને સૂરતમાં ઓન ટ્રેક એજ્યુકેશન (On track education) દ્વારા તે ચલાવાઇ રહ્યું છે. આ મોડલ્સ સરળ સાથે અફોર્ડેબલ પણ છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા 27 વર્ષોથી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન આપતા એક શિક્ષણ સલાહકાર તરીકે હું માનું છું કે ભારતની નવી શિક્ષણ નીતિ (NEP 2020) પછી આ સૌથી મહત્વપૂર્ણ પરિવર્તનોમાંનું એક છે. આ પરિવર્તનને અમે ઓન ટ્રેક એજ્યુકેશન (On track education)માં અમલી બનાવ્યું છે.
અત્યાર સુધી વિદેશી શિક્ષણનો મતલબ હતો કે અમેરિકાની, કેનેડાની, બ્રિટનની કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવો. પરંતુ હવે વિશ્વભરની યુનિવર્સિટીઓ બ્રાન્ચ કેમ્પસ, ડ્યુઅલ ડિગ્રી, જ્વોઇન્ટ ડિગ્રી, ટ્વિનિંગ પ્રોગ્રામ્સ અને ઓનલાઈન-ઓફલાઈન સંયુક્ત અભ્યાસક્રમો દ્વારા દુનિયાભરમાં ગ્લોબલ એજ્યુકેશન પહોંચાડી રહી છે.
સાદી ભાષામાં કહીએ તો હવે માત્ર વિદ્યાર્થી પોતાનો દેશ છોડીને વિદેશ તો જાય છે પરંતુ વિદેશ જતા પહેલા તે ત્યાંની સંસ્કૃતિ, શિક્ષકો, ભાષા વિશે આપણા શહેરમાં જ રહીને જાણકારી મેળવી લે છે. તેની સાથે સાથે એક વર્ષનું એજ્યુકેશન પણ અહીં જ પુરૂં થઇ જાય છે. એટલે પછી જ્યારે તે વિદેશ જાય છે ત્યાં જઇને તેમને ભણવા સાથે ત્યાં રહેવામાં પણ સહેલાઇ રહે છે. આ ઉપરાંત વિદેશોમાં ભણવા સાથે વિદ્યાર્થીઓ કંઇકને કંઇક કામ પણ કરતા હોય છે. એટલે તેમને તેમાં પણ સરળતા રહે છે.
ગુજરાત માટે આ તક કેમ મહત્વપૂર્ણ છે?
ગુજરાત દેશના સૌથી વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતા રાજ્યોમાંનું એક છે. એક અંદાજ મુજબ દર વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય શહેરોમાંથી 50,000થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી શિક્ષણનો મોટો ખર્ચ, વિઝા સંબંધિત અનિશ્ચિતતાઓ અને ગ્લોબલ લાઇફસ્ટાઇલ કિંમતને કારણે અનેક પરિવારો માટે વિદેશ અભ્યાસ એક મોટો આર્થિક પડકાર બની ગયો છે. આ પડકાર સામેનો ઉકેલ હાઇબ્રિડ અને ટ્રાન્સનેશનલ એજ્યુકેશને આપ્યો છે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે આ મોડલ વૈશ્વિક શિક્ષણના નવા દરવાજા ખોલી શકે છે.
ગુજરાતના GIFT Cityમાં પહેલેથી જ ઓસ્ટ્રેલિયાની Deakin University અને University of Wollongong પોતાના કેમ્પસ શરૂ કરી ચૂકી છે. આ ઉપરાંત બ્રિટનની University of Southamptonને પણ ભારતમાં કામગીરી માટે મંજૂરી મળી છે. અમે ઓન ટ્રેક એજ્યુકેશનમાં The World Grad સાથે મળીને આ પ્રકારની ડિગ્રી વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ.
ક્રેડિટ ટ્રાન્સફરઃ ભવિષ્યની ચાવી
નવી શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ક્રેડિટ પોર્ટેબિલિટી. ભારતે Academic Bank of Credits (ABC) જેવી વ્યવસ્થા શરૂ કરીને વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓમાં મેળવેલા ક્રેડિટ્સ એકત્રિત અને ટ્રાન્સફર કરવાની સુવિધા આપી છે. આગામી સમયમાં ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઓ વચ્ચે ક્રેડિટ ટ્રાન્સફર વધુ સરળ બનશે. કલ્પના કરો કે કોઈ વિદ્યાર્થી પ્રથમ વર્ષ સૂરત કે અમદાવાદમાં અને પછીનું શિક્ષણ વિદેશની યુનિવર્સિટીમાં પૂર્ણ કરે. આજે આ માત્ર કલ્પના નથી, પરંતુ ઝડપથી હકીકત બની રહ્યું છે.

ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્ય માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ધોરણો મુજબ સ્કીલ્ડ મેનપાવર તૈયાર કરવા માટે આવી ભાગીદારીઓ મહત્વની સાબિત થઇ રહી છે.
આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ શિક્ષણનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાશે. વિદ્યાર્થીઓએ હવે માત્ર “ભારત કે વિદેશ” જેવી પરંપરાગત વિચારસરણીથી આગળ વધવું પડશે.
ભારતની નવી શિક્ષણ નીતિએ ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણનું જે સ્વપ્ન જોયું હતું તે હવે ધીમે ધીમે વાસ્તવિકતા બની રહ્યું છે.