fbpx

સોનમ-સિયા પછી, હવે રૂબી! પતિનું કાસળ કાઢી બાથરૂમમાં ખાડો કરી દફનાવી દીધો; 45 દિવસ પછી હાડપિંજર મળ્યું

Spread the love

સોનમ-સિયા પછી, હવે રૂબી! પતિનું કાસળ કાઢી બાથરૂમમાં ખાડો કરી દફનાવી દીધો; 45 દિવસ પછી હાડપિંજર મળ્યું

સોનમ અને સિયાના કિસ્સાઓ પછી આગ્રાની રૂબીએ પણ તેના પતિનો જીવ લઇને તેને પોતાના જ ઘરના બાથરૂમમાં દફનાવી દીધો હતો. ઘટના છુપાવવા માટે તેણે દફન સ્થળ પર ટાઇલ્સ પણ લગાવડાવી દીધી અને પછી 45 દિવસ સુધી એવો ડોળ કરતી રહી કે તેનો પતિ ગુમ થઇ ગયો છે. શુક્રવારે બપોરના સુમારે જ્યારે પોલીસ ચકાસણી માટે પહોંચી, ત્યારે રૂબી ગભરાઈ ગઈ. પોલીસ દ્વારા પત્નીની કડક પૂછપરછ કરવામાં આવતા, તેણે ગુનો કબૂલ્યો. ઘટનાનો ખુલાસો થતા જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. કોલોનીના રહેવાસીઓ આ સનસનાટીભર્યા ગુનાથી ચોંકી ગયા છે.

UP Murder case

આ કેસ સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રકાશ ટાવર પોલીસ ચોકીના અધિકારક્ષેત્ર હેઠળનો છે. મૂળ ભરતપુરના રણજીત નગરનો રહેવાસી 40 વર્ષીય સુરેન્દ્ર કુમાર શર્મા, સિકંદરાના દહતોરાની રેણુકા ધામ કોલોનીમાં રહેતો હતો. ઘરમાં તેની પત્ની રૂબી, તેની માતા કમલા અને બે પુત્રીઓ પણ સાથે રહેતી હતી. સુરેન્દ્ર 18 મે થી ગુમ હતો. ઘટનાના દિવસે, રૂબીએ ખૂબ જ સમજી-વિચારીને બંને પુત્રીઓને તેના જેઠના ઘરે મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે સુરેન્દ્રના રાત્રિભોજન માટે ખીર તૈયાર કરી, જેમાં મોટી માત્રામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી.

ખીર ખાધા બાદ સુરેન્દ્ર બેભાન થઈ ગયો તો, રૂબીએ તેનો જીવ લઇ લીધો. બીજા દિવસે સવારે, પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેણે બાથરૂમમાં ખાડો ખોદીને તેના પતિના શરીરને દફનાવી દીધું. આ ઘટનાને અંજામ આપ્યા પછી, રૂબી રાબેતા મુજબ પોતાનું જીવન જીવતી રહીય તે પરિવારના સભ્યો અને પડોશીઓને કહેતી રહી કે તેનો પતિ ગુમ થઇ ગયો છે. આ બાબતે રૂબીએ 26 મેના રોજ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

શુક્રવારે, જ્યારે પોલીસ એક જૂના કેસ અંગે ચકાસણી અને પૂછપરછ માટે ઘરે પહોંચી, ત્યારે રૂબીનું વર્તન શંકાસ્પદ લાગ્યું. તો, સુરેન્દ્રના ભાઈએ પોલીસને મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. ત્યારબાદ, પોલીસે ઘરની સંપૂર્ણ તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન, પોલીસને બાથરૂમના ફ્લોર પર શંકા ગઈ.

ત્યારબાદ, બાથરૂમનો ફ્લોર ખોદવામાં આવ્યો, જેના કારણે સુરેન્દ્રનું હાડપિંજર મળી આવ્યું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જીવ લીધા બાદ, શંકા ન થાય તે માટે મૃ*તદેહને બાથરૂમમાં દફનાવી દેવામાં આવ્યો હતો અને પ્લાસ્ટર અને ટાઇલ્સથી ઢાંકી દેવામાં આવ્યો હતો.

પોલીસનું માનવું છે કે ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની પણ ભૂમિકા હોઈ શકે છે અને આ પહેલુંને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. મૃ*તદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સાથે જ, રૂબીની પૂછપરછ કરીને ઘટનાનાને અંજામ આપવા પાછળના કારણો અને ઘટનાક્રમ અંગે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે, અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!