fbpx

સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલની કિંમતમાં 11 ડૉલરનો ઘટાડો કર્યો! પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Spread the love

સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલની કિંમતમાં 11 ડૉલરનો ઘટાડો કર્યો! પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

વિશ્વની સૌથી મોટી તેલ નિકાસકાર સાઉદી અરામકોએ ઓગસ્ટમાં ભારત સહિત એશિયન ગ્રાહકોને પૂરા પાડવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ (OSP)માં રેકોર્ડ ઘટાડો કર્યો છે. કંપનીએ તેના સૌથી વધુ વેચાતા આરબ લાઇટ ક્રૂડની કિંમત પ્રાદેશિક ઓમાન/દુબઈ બેન્ચમાર્ક કરતાં બેરલ દીઠ 1.50 ડૉલર ઓછી નક્કી કરી છે. જુલાઈની સરખામણીમાં આ બેરલ દીઠ 11 ડૉલરનો રેકોર્ડ કટ છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, 2003 પછીના અત્યાર સુધીના રેકોર્ડમાં આ સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડા સાથે, OSP જૂન 2020 પછીના તેના સૌથી નીચા સ્તરે આવી ગયું છે, જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની ભારે ભરમાર હતી અને કોવિડ-19 લોકડાઉનને કારણે માંગમાં ઘટાડો થવાથી કિંમતો ઘણા દાયકાના નીચા સ્તરે પહોંચી ગઈ હતી.

29

સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડ ઓઈલને સસ્તું બનાવવાથી ભારત જેવા મોટા આયાત કરતા દેશો માટે ક્રૂડ ઓઈલની ખરીદીની કિંમત ઘટી શકે છે. જો ક્રૂડ ઓઈલના એક બેરલમાં 10 ડૉલરનો વધારો થાય છે, તો તેના કારણે ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લિટર લગભગ 6 રૂપિયાનું નુકસાન થાય છે.

આવી સ્થિતિમાં સાઉદીનો આ નિર્ણય ભારતના હિતમાં છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો લાંબા સમય સુધી નરમ રહેશે, તો ભવિષ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની કિંમતો પર દબાણ ઘટી શકે છે. આમ પણ, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ હાલમાં જ સંકેત આપ્યો હતો કે, જો ક્રૂડ ઓઈલની કિંમતો યુદ્ધ પહેલાના સ્તર પર રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી  વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધવાની આશા છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયા એશિયન માર્કેટમાં ખાસ કરીને ચીન અને ભારતમાં પોતાનો ખોવાયેલો હિસ્સો પાછો મેળવવા માંગે છે. આ કારણોસર તેણે કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે.

28

અરામકો માટે સૌથી મહત્વપૂર્ણ બજાર ચીન છે, જે વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર છે અને અહીં જ સાઉદી અરેબિયાનો બજારહિસ્સો ઘટ્યો છે. જુલાઈમાં સાઉદી અરેબિયામાંથી ચીનની આયાત વધીને 705,000 બેરલ પ્રતિદિન થઈ હોવાનો અંદાજ છે.

તે જૂનના 12-વર્ષના નીચા 626,300 બેરલ પ્રતિ દિવસથી વધુ છે, પરંતુ ઈરાન યુદ્ધ પહેલાના 3 મહિનામાં સરેરાશ 1.48 મિલિયન બેરલ પ્રતિ દિવસના અડધા કરતાં પણ ઓછા છે. હવે ભાવ નીચે આવ્યા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ચીનની રિફાઈનરીઓ ફરી સાઉદી અરેબિયા પાસેથી વધુ તેલ ખરીદી શકે છે.

જ્યારે ભાવમાં તીવ્ર વધારો થાય છે ત્યારે ચીન આયાત ઘટાડવાનો ઇતિહાસ ધરાવે છે, પરંતુ જ્યારે ભાવ નરમ પડે છે ત્યારે ખરીદીમાં વધારો પણ કરે છે. અરામકોના ઑગસ્ટના કાર્ગો માટેના ભાવમાં ઘટાડો એટલો મોટો છે કે, ચીનની રાજ્ય રિફાઇનરીઓ સંપૂર્ણ ફાળવણીની ખરીદી ફરી શરૂ કરી શકે.

26

બજાર નિષ્ણાતોનું કહેવું છે કે, સાઉદી અરેબિયા માટે સ્પર્ધા આસાન નહીં હોય. સંયુક્ત આરબ અમીરાત (UAE), ઈરાક અને કુવૈત જેવા દેશો તેમના ક્રૂડ ઓઈલ પર વધુ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. તેથી એશિયન ખરીદદારો પાસે ઘણા સસ્તા વિકલ્પો છે.

નિષ્ણાતો કહે છે કે, હાલમાં સમગ્ર દુનિયાની નજર હોર્મુઝ સ્ટ્રેટના ખુલવા પર ટકેલી છે. જો આ મહત્વના દરિયાઈ માર્ગમાં ફરી વખત કોઈ તણાવ કે અવરોધ આવે તો ક્રૂડ ઓઈલની કિંમતો ફરી ઝડપથી વધી શકે છે. જ્યારે, પુરવઠો સામાન્ય રહેશે તો વૈશ્વિક તેલ બજારમાં ભાવ વધવાની સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે.

Leave a Reply

error: Content is protected !!