fbpx

13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને 1.62 કરોડ રૂપિયા રોકડા… રિશ્વતખોર લલિત કુમારની કહાની

Spread the love

13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને 1.62 કરોડ રૂપિયા રોકડા... રિશ્વતખોર લલિત કુમારની કહાની

ઉત્તર પ્રદેશ વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટની લખનૌ સેક્ટર ટીમે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ભૂતપૂર્વ સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારી (ARTO) લલિત કુમાર સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો હતો. આ તપાસના આધારે કાર્યવાહી કરતા કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સર્ચ વોરંટ પ્રાપ્ત અધિકારીઓએ મંગળવાર અને બુધવારે લખનૌના અલીગંજની ચંદ્રલોક કોલોનીમાં તેમના નિવાસસ્થાને સઘન દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન, તપાસકર્તાઓએ મોટા પ્રમાણમાં છુપાયેલી રોકડ, ભારે માત્રામાં સોના-ચાંદીના દાગીના અને કિંમતો ધાતુઓ તેમજ વિવિધ જંગમ અને સ્થાવર સંપત્તિઓને લગતા ગુપ્ત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

વિજિલન્સ ટીમ સ્ત ભૂતપૂર્વ ARTO લલિત કુમારના અલીગંજની ચંદ્રલોક કોલોનીમાં ઘરે પહોંચી ત્યારે નજારો જોઇને  તે પણ સ્તબ્ધ રહી ગઈ હતી. તપાસકર્તાઓએ ઘરની અંદર વિવિધ સ્થળોએ પેકેટમાં છુપાવેલી આશરે 1.62 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. અધિકારીઓએ તમામ શંકાસ્પદ સ્થળોની સઘન તપાસ કરી અને આ છુપાયેલી રોકડ જપ્ત કરી; જેને હવે કેસ ડાયરી અને આગળની કાનૂની કાર્યવાહી માટે ચાલી રહેલી તપાસનો ભાગ બનાવવામાં આવી રહી છે.

દરોડા દરમિયાન ઘરમાંથી મોટી માત્રામાં કિંમતી ધાતુઓ પણ મળી આવી હતી. વિજિલન્સ ટીમે આશરે 13 કિલોગ્રામ સોનું (બાર, ઇંટો અને દાગીનાના રૂપમાં) અને લગભગ 9 કિલોગ્રામ ચાંદી (બાર, બિસ્કિટ અને દાગીનાના રૂપમાં) જપ્ત કરી હતી. આ જપ્ત કરાયેલ કિંમતી ધાતુઓ અને દાગીનાની કુલ કિંમત આશરે ₹20 કરોડ હોવાનો અંદાજ છે. આટલી મોટી માત્રામાં સોનું અને ચાંદી મળી આવતા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

ARTO1

તપાસકર્તાઓને લલિત કુમારના ઘરેથી વિવિધ સ્થાવર અને જંગમ સંપત્તિમાં રોકાણ સંબંધિત દસ્તાવેજો પણ મળ્યા. આમાં લખનૌમાં અનેક રહેણાંક મકાનો અને પ્લોટ, લખનૌ, બારાબંકી અને રાયબરેલી જિલ્લામાં ખેતીની જમીન તેમજ લખનૌ અને નોઈડામાં ફ્લેટ માટે બુકિંગનો સમાવેશ થાય છે. આ બધી સ્થાવર સંપત્તિઓની અંદાજિત કિંમત આશરે ₹13 કરોડ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત, અધિકારીઓએ ઘરમાંથી ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઇ i20 કાર અને એક રિવોલ્વર જપ્ત કરી હતી.

વિજિલન્સ આ તપાસમાં, બેંક થાપણો, પોસ્ટ ઓફિસ યોજનાઓ, મ્યૂચ્યુઅલ ફંડ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹1 કરોડથી વધુના રોકાણનો ખુલાસો કરતા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. તપાસ ટીમે મોંઘા ફર્નિચર અને અન્ય કિંમતી ઘરગથ્થુ વસ્તુઓની યાદી પણ તૈયાર કરી છે. વિજિલન્સ એસ્પેબ્લિસમેન્ટ અનુસાર, જપ્ત કરાયેલ રોકડ, કિંમતી ધાતુઓ, ઘરેણાં, જંગમ અને સ્થાવર સંપત્તિ અને રોકાણોની કુલ કિંમત આશરે ₹35 કરોડ હોવાનો અંદાજ છે; જેની પુસ્ટી કરવામાં આવી રહી છે.

વિજિલન્સ ટીમના જણાવ્યા અનુસાર, શોધ દરમિયાન જપ્ત કરાયેલી બધી શંકાસ્પદ સંપત્તિઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચાલુ તપાસમાં તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ અત્યંત સફળ અને મોટી કાર્યવાહીને અંજામ આપવા બદલ લખનૌ સેક્ટર ટીમની પ્રશંસા કરતા ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP) અને વિજિલન્સ સ્થાપનાના નિયામકે ટીમ માટે ₹1 લાખનું રોકડ ઇનામ જાહેર કર્યું છે.

Vigilance Raid Ex ARTO

લલિત કુમાર પરિવહન વિભાગના નિવૃત્ત ARTO છે. કાનપુરમાં તેમની પોસ્ટિંગ દરમિયાન તેમની કાયદેસર આવક (જે ₹93.26 લાખ હતી) કરતા ₹68.66 લાખ વધુ ખર્ચ કરવા બદલ ભ્રષ્ટાચાર વિરોધી સંગઠને અગાઉ તેમની સામે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ, જૂન 2022માં તેમને આગ્રાના ARTO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન પણ, તેમના પર આવકથી વધુ સંપત્તિ એકઠી કરવાનો મામલો સામે આવ્યો.

Leave a Reply

error: Content is protected !!