fbpx

1100 રૂપિયા પેન્શન ઉપાડવા ગયેલી મહિલાને ખાતામાં 740 કરોડ જોવા મળતા તબિયત બગડી ગઈ

Spread the love

1100 રૂપિયા પેન્શન ઉપાડવા ગયેલી મહિલાને ખાતામાં 740 કરોડ જોવા મળતા તબિયત બગડી ગઈ

બિહારના નવાદામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રૂ. 1100નું સરકારી પેન્શન ઉપાડવા ગયેલી એક મહિલાને ખબર પડી કે તેના ખાતામાં રૂ. 740 કરોડ જમા થયા છે, તે જાણીને તે ચોંકી ગઈ. આ આઘાતને કારણે તેની તબિયત બગડી ગઈ અને તે એટેક આવતો આવતો રહી ગયો. તે આખી રાત સૂઈ શકી નહીં અને ખાવાનું પણ ખાધું નહીં. તેના બેંક ખાતામાં આટલી મોટી રકમ જોઈને, ગરીબ મહિલા ઘણી ખરાબ રીતે ગભરાઈ ગઈ. આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

અહેવાલો અનુસાર, નવાદા શહેરના નીમ ટોલા વિસ્તારમાં રહેતી એક સામાન્ય પરિવારની મહિલા રેખા દેવી, શુક્રવાર, 10 જુલાઈના રોજ સાંજે નજીકના ગ્રાહક સેવા કેન્દ્ર (CSP)માં તેના સામાજિક સુરક્ષા પેન્શનમાંથી રૂ. 1100 ઉપાડવા ગઈ હતી. તેનું સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું છે. જ્યારે તેના ખાતામાંથી રૂ. 1100 ઉપાડવામાં આવ્યા, ત્યાર પછી નીકળેલી ટ્રાન્ઝેક્શન રસીદ પર દર્શાવેલ રકમ જોઈને CSP ઓપરેટર અને રેખા દેવી બંને દંગ રહી ગયા.

Nawada Woman

રસીદ મુજબ, રેખા દેવીના ખાતામાં રૂ. 7,40,68,72,895.78 એટલે કે લગભગ રૂ. 740 કરોડથી વધુની રકમ દેખાઈ. CSP ઓપરેટરે મજાકમાં મહિલાને કહ્યું, ‘દીદી, તું તો રાજા બની ગઈ.’ પરંતુ, આટલી મોટી રકમ જોઈને રેખા દેવીને ખુબ આઘાત લાગ્યો હતો.

મહિલાએ જણાવ્યું હતું કે, તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેના ખાતામાં કરોડો રૂપિયાની રકમ જોયા પછી, તે એટલી બધી ગભરાઈ ગઈ હતી કે તે આખી રાત સૂઈ શકી નહીં. ચિંતાને કારણે  તેની તબિયત પણ ખરાબ થઇ ગઈ હતી.

રેખા દેવીએ કહ્યું, ‘મને લાગ્યું કે કંઈક મોટી ભૂલ ન થઇ ગઈ હોય. અમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવી ગયા? મેં ગઈ રાતથી ડરના માર્યા કંઈ ખાધું નથી. જો મારું દિલ થોડું પણ નબળું હોત, તો મને ચોક્કસ હાર્ટ એટેક જ આવ્યો હોત.’

Nawada Woman

એક સામાન્ય પરિવારની મહિલાના ખાતામાં અચાનક આટલી મોટી રકમ કેવી રીતે આવી તે હજુ સ્પષ્ટ થયું નથી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સર્વર કે સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની હોવાની શંકા છે. જોકે, આ મામલો આખા વિસ્તારમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. રેખા દેવી કહે છે કે, આ તેમની ભૂલ નથી, પરંતુ બેંક કે સિસ્ટમની બહુ મોટી બેદરકારી છે.

બેંક અધિકારીઓ દ્વારા તપાસ કર્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે. આ અગાઉ પણ વિવિધ જિલ્લાઓમાં આવા જ કિસ્સાઓ નોંધાયા છે, જેમાં સામાન્ય લોકોના ખાતામાં અચાનક કરોડો અને અબજો રૂપિયાના બેલેન્સ દેખાવા લાગે છે.

Leave a Reply

error: Content is protected !!