fbpx

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો…

Spread the love

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ભણતર સહિતના પ્રેશરમાં બાળકો માનસિક રીતે કેટલા એકલા પડી જાય છે અને કેવા પગલાં ભરી બેસે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. બાળકો પર દબાણ કરવાને બદલે તેમની રુચિ-અરુચિ સમજવી અને તેમની સાથે મિત્રતાભર્યું વાતાવરણ રાખવું અત્યંત જરૂરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વેસુની જાણીતી એસ.ડી.જૈન સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતો અને પીપોદરાના લૂમ્સ કારખાનેદારનો 12 વર્ષનો પુત્ર નીરવ (નામ બદલ્યું છે) ભણતર સહિતના તણાવમાં ટ્યૂશનથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં 150થી વધુ CCTV કેમેરાની તપાસ કરીને રેલવે પોલીસની મદદથી માસૂમને મહારાષ્ટ્રના દહાણું રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત શોધી કાઢ્યો છે. દીકરાને સુરક્ષિત જોઈને પોલીસ સ્ટેશનમાં જ માતા-પિતા રડી પડ્યા હતા અને અત્યંત ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

student-2.jpg-4

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કારખાનેદાર (મૂળ અમરેલીના વતની) 12 જુલાઈના રોજ સવારે 10:00 વાગ્યે તેમના 12 વર્ષના પુત્ર નીરવ અને તેની બહેનને સાધના સોસાયટીમાં આવેલા ટ્યૂશન ક્લાસમાં મૂકવા ગયા હતા. ટ્યૂશનનો સમય 11:30 વાગ્યાનો હતો, પરંતુ તે અગાઉ 11:00 વાગ્યે ટ્યૂશન ટીચરનો પરિવારે ફોન આવ્યો કે, નીરવ બાથરૂમ જવાનું કહીને ક્લાસમાંથી નીકળ્યો છે અને હજુ સુધી પાછો આવ્યો નથી. પરિવારે આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરી છતા નીરવનો કોઈ પત્તો ન મળતા આખરે ભારે હૈયે વરાછા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની ગંભીરતા સમજીને વરાછા પોલીસની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે સાધના સોસાયટીથી લઈને રોડ-રસ્તાના CCTV ફૂટેજની તપાસ કરી . તપાસ દરમિયાન નીરવ રેલવે સ્ટેશન તરફ જતો નજરે પડ્યો હતો. પોલીસે એક પછી એક 150થી વધુ CCTV કેમેરાની તપાસ કરી ત જાણવા મળ્યું કે નીરવ ટ્રેનમાં બેસી ગયો છે. પોલીસે વિલંબ કર્યા વિના બાળકનો ફોટો અને વિગતો રેલવે પોલીસ (GRP/RPF)ને મોકલી આપીને સર્ચ ઓપરેશન તેજ કર્યું હતું.

student

રેલવે પોલીસે સુરત પોલીસ તરફથી મળેલી બાતમીના આધારે મુંબઈ તરફ જતી ટ્રેનો અને સ્ટેશનો પર તપાસ આદરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના દહાણું રેલવે સ્ટેશન પર બાળક એકલો બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે તેનો સુરક્ષિત કબજો મેળવી વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે બાળકને લઈને સુરત આવી ત્યારે લાડકવાયાને જોઈને માતા-પિતાના આંસુ રોકાયા નહોતા.

Leave a Reply

error: Content is protected !!