fbpx

પ્રાંતિજમાં ભારે વાહનો પર પ્રતિબંધ માત્ર કાગળ પર?

Spread the love

પ્રાંતિજમાં ભારે વાહનો પર પ્રતિબંધ માત્ર કાગળ પર?

  • ઓવરલોડ રેતી ભરેલા ટર્બાની બેફામ અવરજવરથી સ્થાનિકોમાં રોષ
  • ૪ જૂન ૨૦૨૬ થી ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી જાહેરનામુ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં રેતી ભરેલા ઓવરલોડ ટર્બા રાત્રિ-દિવસ બેફામ દોડતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે


જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ પ્રાંતિજ ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન રોડ થઈ વાવડી ચોકડી તરફ જતા માર્ગ પર તા. ૪જૂન, ૨૦૦૨૬થી ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રતિબંધનો અસરકારક અમલ થતો જોવા મળતો નથી અને રેતી ભરેલા ઓવરલોડ ટર્બા સતત આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છેસ્થાનિકોના આક્ષેપ મુજબ કેટલાક વાહનો પાસે જરૂરી પાસ-પરમિટ પણ નથી અને ઓવરલોડ વાહનોની ઝડપી અવરજવરથી અકસ્માતનો ભય સતત રહે છે ખાસ કરીને શાળા-કોલેજ અને ઓફિસના સમય દરમિયાન ભારે વાહનો પસાર થતાં વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવને જોખમ ઉભું થાય છે આ ઉપરાંત માર્ગ પર રોડનું કામ ચાલુ હોવાથી અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આવી પરિસ્થિતિમાં ભારે વાહનોની અવરજવરથી અકસ્માતની શક્યતા વધુ વધી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પ્રતિબંધ હોવા છતાં કેટલાક વાહનો નિર્ભય રીતે રાત્રિ-દિવસ અવરજવર કરી રહ્યા છે સ્થાનિકોએ પોલીસ તેમજ સંબંધિત તંત્રને જિલ્લા કલેક્ટરના આદેશનો કડક અમલ કરાવવા, પ્રતિબંધિત માર્ગ પર ભારે વાહનોની અવરજવર અટકાવવા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છેહવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર આ રજૂઆતોને કેટલું ગંભીરતાથી લઈ પ્રતિબંધનો અસરકારક અમલ કરાવે છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!