fbpx

પ્રાંતિજમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 12 લાખથી વધુની લૂંટ, ચાર શખ્સો ફરાર

Spread the love

  બે બાઇક લઇ ને આવેલ ચાર શખ્સો ૧૨ લાખ થી વધુની લૂંટ કરી ફરાર

– પ્રાંતિજ પોલીસ જિલ્લા એલસીબી ને જાણ થતા ધટના સ્થળે દોડી આવી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શનિવારે બપોરે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે આવેલા શંકર એવન્યુ શોપિંગ સેન્ટરમાં આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી અંદાજે રૂ. 12 લાખથી વધુની રોકડ રકમ લૂંટી ચાર અજાણ્યા બાઇક ઉપર આવેલ શખ્સો ફરાર થઈ ગયા હતા 

મળતી માહિતી મુજબ, પીએમ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીના કર્મચારી જગદીશસિંહ વિહોલ પોતાની ઇકો કારમાં રોકડ રકમ લઈને ગાંધીનગર તરફ જવા નીકળ્યા હતા તે દરમિયાન પ્રાંતિજ માર્કેટ યાર્ડ નજીક બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ તેમની કારનો પીછો કરીને રસ્તાની વચ્ચે કાર ઉભી રાખવા મજબૂર કરી હતી ત્યારબાદ એક શખ્સે “કાકા, જોઈને…” કહી તકરાર શરૂ કરી કર્મચારીનું ધ્યાન ભટકાવ્યું હતું દરમિયાન પાછળથી આવેલા અન્ય બાઇકસવારે ઇકો કારમાંથી રોકડ ભરેલો થેલો ઉઠાવી લીધો અને તમામ શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા ઘટના બાદ કર્મચારી જગદીશસિંહ વિહોલે લૂંટારાઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચારેય શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર લૂંટાયેલી રકમ રૂ. 12 લાખથી વધુ હોવાનું અનુમાન છે

ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ ડી.આર પઢેરીયા તેમજ પોલીસ સ્ટાફ સહિત  હિંમતનગર એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે લૂંટારાઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને વધુ તપાસ શરૂ કરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!