fbpx

પ્રાંતિજ કોલેજમાં ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી

Spread the love

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મા ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું


કોલેજના આચાર્ય ડૉ. કામેશ્વર પ્રસાદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. રાજેન્દ્ર પંચાલે ઉમાશંકર જોશીના જીવન, સાહિત્ય સર્જન અને ગુજરાતી ભાષા-સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાન અંગે માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીના સાહિત્યનો અભ્યાસ કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી કાર્યક્રમનું સંચાલન પ્રા. વિપુલ જોષીએ કર્યું હતું, જ્યારે ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ. સતીશ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ રસપૂર્વક વ્યાખ્યાન સાંભળ્યું અને ઉમાશંકર જોશીના સાહિત્ય અને વ્યક્તિત્વ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. અંતે સૌના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!