fbpx

પ્રાંતિજ ના પલ્લાચર ગામ નો યુવાન અગ્નિવિર ની ટ્રેનિંગ પુરી કરી આવતા ગામજનો દ્રારા ભવ્ય સ્વાગત કર્યુ

Spread the love

પ્રાંતિજ ના પલ્લાચર ગામ નો યુવાન અગ્નિવિર ની ટ્રેનિંગ પુરી કરી આવતા ગામજનો દ્રારા ભવ્ય સ્વાગત કર્યુ
– આપમેળે લોકો યુવાન ના સ્વાગત માટે ઉમટી પડયા
– પ્રાંતિજ થી પંચાયત ગામ સુધી બાઇક રેલી યોજી ડીજેના તાલે વાજતે-ગાજતે સ્વાગત કરવામા આવ્યુ

 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પલ્લાચર  ગામનો  યુવાન આર્મી ની ટ્રેનિંગ પુરી કરી માદરે વતન પલ્લાચર ખાતે આવતા યુવાનનુ  પરિવાર સમાજ ના લોકો ગ્રામજનો દ્રારા વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ


   પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ખાતે રહેતો યુવાન રાઠોડ ઉત્સવ સિંહ રણજીતસિંહ  ઈન્ડિયન આર્મી મા ટ્રેનિંગ પુરી કરી માદરે વતન  પલ્લાચર ખાતે આવતા રાઠોડ પરિવારજનો તથા ગ્રામજનો દ્રારા ડીજેના તાલે તિરંગા સાથે દેશ ભકિત ના ગીતો સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને આખુંય પલ્લાચર ગામ દેશભકિત ના રંગે રંગાયુ હતુ અને ટ્રેનિંગ લઇ ને આવેલ આર્મી જવાન ઉત્સવ સિંહ રાઠોડ નો સ્વાગત વરધોડો પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન થી પલ્લાચર સુધી બાઇક રેલી દ્રારા સ્વાગત કર્યુ હતુ અને આખાય ગામમા ડીજે સાથે વાજતે-ગાજતે વરધોડો કાઢવામા આવ્યો હતો અને આખુંય ગામ ભારત માતાના જય ધોષ સાથે હિલોળે ચડયુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!