પ્રાંતિજ ના મજરા ઓવરબ્રીજ નજીક ગમખ્વાર અકસ્માત એસટી બસ ટ્રક પાછળ ઘૂસી, અનેક મુસાફરો ઇજાગ્રસ્ત
– ઇજાગ્રસ્તો ને પ્રાઈવેટ સાધનો તથા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– બસ ડ્રાઇવર કેબીન મા ફસાતા પતરા કાપી બહાર કાઢયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા બ્રિજ નજીક અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-48 પર આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી હિંમતનગર તરફ જઈ રહેલા ટ્રકની પાછળ વલસાડ-ઇડર રૂટની એસટી બસ ધડાકાભેર ઘૂસી જતાં બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કુચડાઈ ગયો હતો.











અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયા હતા, જ્યારે બસમાં સવાર અનેક મુસાફરોને વિવિધ પ્રકારની ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક રાહત કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ ૧૦૮ ઇમરજન્સી સેવાને કરવામાં આવતાં ચાર ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બસના ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જાણ થતાં જ ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાંતિજ પી.આઈ. વી.આર. પઢેરીયા, પી.એસ.આઈ. રાણા તથા ફાયર ટીમે કટર મશીનની મદદથી બસની કેબિનના પતરા કાપીને ફસાયેલા ડ્રાઇવરને સલામત બહાર કાઢ્યા હતા ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઘટનાસ્થળે પ્રાંતિજ પી.આઈ. ડી.આર. પઢેરીયા અને પી.એસ.આઈ. રાણાએ માનવતાભરી કામગીરી કરી રાહત અને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી