fbpx

ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે હસ્તાક્ષર અભિયાનને વેગ

Spread the love

ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે હસ્તાક્ષર અભિયાનને વેગ
17 ડિસેમ્બરે ગાંધીનગરમાં પાંચ લાખ લોકોને એકત્રિત કરવાનો સંતોનો આહવાન


સમગ્ર દેશમાં ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા તેમજ ગૌમાતાના સન્માન અને રક્ષણ માટે હસ્તાક્ષર અભિયાનને વધુ વેગ આપવા સાબરકાંઠા જિલ્લાના સંતો અને ગૌભક્તોની મહત્વપૂર્ણ બેઠક શ્રીનાથજી ગૌશાળા, ગઢોડા, હિંમતનગર ખાતે યોજાઈ હતી


બેઠકમાં અત્યાર સુધીમાં એકત્રિત કરવામાં આવેલા હસ્તાક્ષરો તથા આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દેશભરમાં 20 કરોડ હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવ્યા છે. આગામી 17 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં એકસાથે 31 કરોડ હસ્તાક્ષર રજૂ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતુંબેઠકમાં સાબરકાંઠા જિલ્લાના પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી સુનિલદાસ મહારાજ, પ્રાંતિજ પોગલુ વારાહી શક્તિપીઠ તથા દિયોદર ગૌશાળાના પૂજ્ય બાલમુકુંદ પ્રકાશ મહારાજ સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતાસંતોના માર્ગદર્શન હેઠળ આગામી 17 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે પાંચ લાખ લોકોને એકત્રિત કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી નવરાત્રી દરમિયાન જિલ્લાના દરેક ગામમાં ગૌસન્માન આહવાન અભિયાનનો સંદેશ પહોંચાડવા અને હસ્તાક્ષર અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે કાર્યયોજના તૈયાર કરવામાં આવી હતીઆ અભિયાન કોઈ વ્યક્તિ, રાજકીય નેતા, સંપ્રદાય કે સંગઠનના નામે નહીં પરંતુ માત્ર ગૌમાતા અને નંદી મહારાજના સન્માન માટે ચલાવવામાં આવી રહ્યું હોવાનો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. અભિયાનનો સમગ્ર ખર્ચ સાધુ-સંતો, ગૌભક્તો અને દાનવીરો દ્વારા કરવામાં આવતો હોવાનું પણ જણાવાયું હતું

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!