fbpx

પ્રાંતિજના બોભા ગામે રેશનની દુકાન પર દિવાલ ધરાશાયી, મોટી જાનહાની ટળી

Spread the love

પ્રાંતિજના બોભા ગામે રેશનની દુકાન પર દિવાલ ધરાશાયી, મોટી જાનહાની ટળી


 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામમાં શુક્રવારે વહેલી સવારે પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન પર બાજુમાં આવેલા મકાનની દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી દિવાલ સીધી દુકાન પર પડતાં દુકાનને ભારે નુકસાન થયું હતું


આ ઘટનામાં દુકાનના પતરા અને પાઇપો વળી ગયા હતા, જ્યારે દુકાનમાં રાખવામાં આવેલ મીઠું, ચણા, ચોખા, દાળ, ખાંડ સહિતનો અનાજ અને અન્ય સામાન વરસાદને કારણે પલળી જતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું મળતી માહિતી મુજબ આ સસ્તા અનાજની દુકાન રાઠોડ મુકેશકુમાર રમથુસિંહની છે ઘટનાના સમયે વહેલી સવાર હોવાથી દુકાનમાં કોઈ હાજર ન હતું, જેના કારણે મોટી જાનહાની ટળી હતી ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી દુકાન માલિકને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!