fbpx

પ્રાંતિજ તાલુકામાં ચાર ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિતપ્રાંતિજ તાલુકામાં ચાર ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

Spread the love

પ્રાંતિજ તાલુકામાં ચાર ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશોની હાલાકી,
 પ્રિમોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલો


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત સમગ્ર તાલુકામાં મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી હતી સવારથી શરૂ થયેલો વરસાદ દિવસભર સતત ચાલુ રહેતા અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું


પ્રાંતિજ શહેરના હનુમાન વિસ્તાર ઉપરાંત ગજાનંદ , શાંતિનાથ અને વૃંદાવન સહિતની અનેક સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા ઘરોની બહાર તેમજ આંતરિક માર્ગો પર પાણી ભરાતા સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતોસ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા પહેલાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી જેના કારણે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે રહીશોનો આક્ષેપ છે કે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળો પૂરતી જ મર્યાદિત રહી છે રહીશોએ જણાવ્યું હતું કે દર ચોમાસામાં વરસાદ પડતાં જ સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે અનેક રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ સ્થળની મુલાકાત લેતા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રહીશોએ તંત્રને તાત્કાલિક વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા તેમજ લાંબા ગાળાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે જેથી દર વર્ષે ચોમાસા દરમિયાન લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!