fbpx

પ્રાંતિજના મજરા ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત, રૂપિયા ૨૫ લાખના ખર્ચે બનશે નવું મકાન

Spread the love
  • પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ગ્રાન્ટમાંથી રૂ. ૨૫ લાખની ફાળવણી

પ્રાંતિજના મજરા ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત, રૂપિયા ૨૫ લાખના ખર્ચે બનશે નવું મકાન
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં નવીન ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યું હતું આ ભવન માટે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ગ્રાન્ટમાંથી રૂ. ૨૫ લાખની ફાળવણી કરવામાં આવી છે


ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોનું જે. ડી. મકવાણા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ , તલાટી , મજરા ગામના સરપંચ શ્વેતાબા મકવાણા ,  ડેપ્યુટી સરપંચ , ગ્રામ પંચાયતના સભ્યો , સંત-મહંતો , ગ્રામજનો તેમજ નવીન ગ્રામ પંચાયત ભવનના કોન્ટ્રાક્ટર સ્વપ્નીમ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિધિવત પૂજા-અર્ચના બાદ કંકુ, અબીલ, ગુલાલ અને પુષ્પોથી નવીન ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ શ્વેતાબા મકવાણાએ જણાવ્યું હતું કે, મજરા ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત સતત પ્રયત્નશીલ રહેશે અને ગામમાં વધુને વધુ વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!