fbpx

17 દિવસમાં બીજી વખત બેસી ગયો ₹4200 કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસ-વે

Spread the love

17 દિવસમાં બીજી વખત બેસી ગયો ₹4200 કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસ-વે

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો લખનૌ-કાનપુર એલિવેટેડ એક્સપ્રેસવે પર ફરી એકવાર સ્લિપેજ (રોડ ધસવા)ના અહેવાલો સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એક્સપ્રેસવેના 30 કિલોમીટર નજીક રસ્તાનો એક ભાગ ક્ષતિગ્રસ્ત જણાયો હતો. આ ઘટનાએ એક્સપ્રેસવેની બાંધકામ ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ જણાવ્યું છે કે એક્સપ્રેસવે સંપૂર્ણપણે સલામત છે અને સમારકામ ફક્ત સાવચેતીના પગલા તરીકે હાથ ધરવામાં આવી રહ્યું છે.

લગભગ 17 મહિના અગાઉ લખનૌ-કાનપુર એલિવેટેડ એક્સપ્રેસવેનું ઉદ્વઘાટન કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. ઉદ્વઘાટનના થોડા દિવસ બાદ પહેલા વરસાદમાં જ એકસપ્રેસવેના 64 કિમીની પાસે માર્ગ પર સ્લિપેજની સમસ્યા સામે આવી હતી. એ સમયે બાંધકામ એજન્સીએ અસરગ્રસ્ત ભાગનું સમારકામ કરીને પેચવર્ક કર્યું હતું. હવે ફરી 30 કિલોમીટર નજીક 15-20 મીટરના ક્ષેત્રમાં રોડ ધસી જવાની સ્થિતિ દેખાઈ આવતા બાંધકામની ગુણવત્તા અંગે સવાલ ઉઠી રહ્યા છે.

આશરે ₹4200 કરોડના ખર્ચે બનેલ આ એક્સપ્રેસવેને આધુનિક અને સલામત રોડ પ્રોજેક્ટ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે; પરંતુ, ઉદ્ઘાટન પછી તરત જ બે અલગ-અલગ સ્થળોએ રસ્તામાં  સમસ્યા સામે આવતા તેની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલી મોટી યોજનામાં આવી ખામીઓ ચિંતાનું કારણ છે.

NHAI પ્રોજેક્ટ મેનેજર નકુલ વર્માએ જણાવ્યું હતું કે એક્સપ્રેસવેમાં કોઈ મોટી ટેકનિકલ સમસ્યા નથી. પહેલા વરસાદ દરમિયાન કેટલાક સ્થળોએ માટી બેસવાની સંભાવના રહે છે. આ કારણે, ભવિષ્યમાં જ્યાં સ્લિપેજની સમસ્યા જોવા મળી રહી છે, ત્યાં પહેલાથી જ સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે.  64 કિલોમીટર પરની સમસ્યા પહેલાથી જ સુધારી લેવામાં આવી છે. તે સમયે જરૂરી મશીનરી પહેલાથી જ સ્થળ પર હોવાથી સમગ્ર એક્સપ્રેસવેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને જ્યાં જરૂરી જણાય ત્યાં સુધારાત્મક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

NHAI અનુસાર, નિષ્ણાતોની એક ટીમ સમગ્ર એક્સપ્રેસવેનું સતત નિરીક્ષણ કરી રહી છે. ભવિષ્યમાં સંભવિત રોડ ધસવા અથવા અન્ય તકનીકી સમસ્યાઓની સંભાવના છે, તેને સમય રહેતા સારો કરવામાં આવી રહ્યો છે, જેથી મુસાફરોને પરેશાનીનો સામનો ન કરવો પડે.

NHAI એક્સપ્રેસવેનો ઉપયોગ કરતા વાહનચાલકો પાસેથી પણ સતત પ્રતિસાદ એકત્રિત કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાં ડ્રાઇવરો એક્સપ્રેસવે પરના તેમના મુસાફરીના અનુભવો જણાવે છે. અધિકારીઓનું કહેવું છે કે મુસાફરોની સુવિધા અને સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે, અને કોઈપણ તકનીકી ખામીઓને તાત્કાલિક દૂર કરવામાં આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!