fbpx

ગાંધી જયંતિના દિવસે ગાંધીજીના ફોટો વાળી નોટ લઈને જ નીકળજો, UPI નહીં ચાલે, વેપારીઓએ કરી ‘No UPI Day’ મનાવવાની જાહેરાત

Spread the love

ગાંધી જયંતિના દિવસે ગાંધીજીના ફોટો વાળી નોટ લઈને જ નીકળજો, UPI નહીં ચાલે, વેપારીઓએ કરી 'No UPI Day’ મનાવવાની જાહેરાત

દેશભરના વેપારીઓનો UPI ચાર્જિસ સામે વિરોધ શરૂ થઇ ગયો છે. ‘ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ’ (FAIVM) અને ‘કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ’ (CAIT) જેવા મુખ્ય વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે ‘નો UPI ડે’ મનાવવાની જાહેરાત કરી છે. એટલે કે તે દિવસે વેપારીઓ UPI દ્વારા ચૂકવણી સ્વીકારશે નહીં અને સામાન્ય જનતાએ રોકડ અથવા કાર્ડનો ઉપયોગ કરીને વસ્તુઓ ખરીદવી પડશે.

વેપારીઓ શેનો વિરોધ કરી રહ્યા છે?

વેપારીઓ UPI ટ્રાન્ઝેક્શન પર લાદવામાં આવનાર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પેટ્રોલ, ડીઝલ, કરિયાણું, ઈલેક્ટ્રોનિક્સ અને અનાજ જેવી વસ્તુઓ પર નફાનું પ્રમાણ (પ્રોફિટ માર્જિન) પહેલેથી જ ખૂબ ઓછું છે. હવે તેના પર લાદવામાં આવેલો આ નવો ચાર્જ વધારાનો આર્થિક બોજ વધારશે. ‘ઈન્દોર રિટેલ ગાર્મેન્ટ્સ એસોસિએશન’એ પહેલા જ ચેતવણી આપી છે કે જો 15 ઓક્ટોબર સુધીમાં આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે, તો તેઓ UPI QR કોડ મશીનોને પાણીમાં વહાવી દેશે.

સરકારના આ નિર્ણય અંગે વેપારીઓમાં એટલો રોષ છે કે ગઈકાલે (23 સપ્ટેમ્બર) મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયર જેવા શહેરોના લગભગ 125 વેપારી સંગઠનોએ ‘નો UPI ડે’ મનાવ્યો હતો. આનાથી રાજ્યભરની લગભગ 25% વ્યાપારી પ્રવૃત્તિઓ પ્રભાવિત થઇ હતી. ‘મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ’ (MACCIA) અને ‘પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન’ પણ આ આંદોલનને મજબૂત સમર્થન આપી રહ્યા છે.

No-UPI-Day1

‘નો UPI ડે’ના સમર્થનમાં વેપારીઓની રેલી

‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (MACCIA)ના પ્રમુખ રવિન્દ્ર મંગવેએ પુષ્ટિ કરી છે કે 2 ઓક્ટોબરને ‘નો UPI ડે’ તરીકે મનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે દેશભરના વેપારી સંગઠનો સાથે પરામર્શ કર્યો છે અને માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ‘નો UPI ડે’ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. MACCIA અને તેની સાથે સંકળાયેલી 500 સંસ્થાઓ પોતાની માંગણીઓ રજૂ કરવા માટે મુખ્યમંત્રીને મળવાનું આયોજન કરી રહી છે. મંગવેએ જણાવ્યું હતું કે, ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશન (FRTWA), ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યૂટર્સ ફેડરેશન (AICPDF), ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA), ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન (AIJGF) અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશન (AIEOTF), એ મુખ્ય રાષ્ટ્રીય સંગઠનોમાં સામેલ છે જેઓ 2 ઓક્ટોબરે ‘નો UPI ડે’ને સમર્થન આપશે.”

શું છે MDR, અને આટલી બબાલ કેમ મચી રહી છે?

MDR એ એક પ્રકારની પ્રોસેસિંગ ફી છે, જે ડિજિટલ ચૂકવણી સ્વીકારવા બદલ વેપારીઓ પાસેથી વસૂલવામાં આવે છે. જ્યારે તમે કોઈ દુકાનમાં QR કોડ સ્કેન કરીને અથવા કાર્ડ સ્વાઇપ કરીને ચૂકવણી કરો છો, ત્યારે એ પૈસાઓને સુરક્ષિત રીતે ગ્રાહકના બેંક ખાતામાંથી દુકાનદારના બેંક ખાતા સુધી પહોંચવા પાછળ એક આખું  ડિજિટલ નેટવર્ક (બેંકો, પેમેન્ટ ગેટવે અને વિઝા, માસ્ટરકાર્ડ, NPCI) કાર્ય કરે છે. આ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને તેની જાળવણી પાછળ થતા ખર્ચને MDR કહેવામાં આવે છે.

No-UPI-Day3

સરકારના નવા નિર્ણય હેઠળ ₹2,000થી વધુના ‘પીઅર-ટુ-મર્ચન્ટ’ (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર 0.40% ફી વસૂલવામાં આવશે, જેમાં મહત્તમ મર્યાદા ₹300 નક્કી કરવામાં આવી છે. આનો અર્થ છે કે પછી ભલે ટ્રાન્ઝેક્શનની રકમ ₹1 લાખ હોય કે ₹10 લાખ, વેપારી પાસેથી ₹300 થી વધુ ફી વસૂલવામાં આવશે નહીં; ફીની રકમ ₹300 સુધી મર્યાદિત રાખવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!