fbpx

BCCI ગૌતમ ગંભીરથી નાખુશ! ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ હેડ કોચની ફરિયાદ કરી?

Spread the love

BCCI ગૌતમ ગંભીરથી નાખુશ! ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ હેડ કોચની ફરિયાદ કરી?

શું ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયામાં પોતાની પકડ ગુમાવી રહ્યા છે? શું તેઓ હવે તેમનો દબદબો એક વર્ષ પહેલા જેવો નથી રહ્યો? અહેવાલો અનુસાર ગૌતમ ગંભીર હવે BCCIના પ્રિય નથી રહ્યા.

cricblogger.comના અહેવાલ મુજબ, સતત કેટલીક મોટી મેચોમાં શ્રેણીબદ્ધ હાર બાદ ગંભીરની પદ્ધતિઓ અને નિર્ણયો અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે કેટલાક સીનિયર ખેલાડીઓએ તેમની સામે ફરિયાદો નોંધાવી છે. આટલું જ નહીં, BCCIના કેટલાક અધિકારીઓ નારાજ છે કે, હાર માટે વ્યક્તિગત જવાબદારી લેવાને બદલે, ગંભીર સપોર્ટ સ્ટાફ અથવા ખેલાડીઓ પર દોષ ઢોળી રહ્યા છે.

gambhir2

cricblogger.comના અહેવાલ મુજબ, કેટલાક બોર્ડ અધિકારીઓ માને છે કે ગંભીર ઘણીવાર સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) અથવા સપોર્ટ સ્ટાફને બલિનો બકરો બનાવે છે. જોકે ગૌતમ ગંભીરને હજુ પણ BCCIનું સમર્થન છે, કેટલાક અધિકારીઓને લાગે છે કે તેમને ટીમ સેટઅપ પર તેને આપવામાં આવેલા વ્યાપક નિયંત્રણનો યોગ્ય ઉપયોગ કર્યો નથી, જેમાં તેમની પસંદનો સપોર્ટ સ્ટાફ અને નિર્ણય લેવામાં વધુ પ્રભાવ પાડવાનો સમાવેશ થાય છે.

gambhir3

માનવામાં આવે છે કે, BCCIનો મૂડ બદલાઈ રહ્યો હોય તેવું લાગે છે, જેથી શ્રીલંકાનો આગામી પ્રવાસ હેડ કોચ ગૌતમ ગંભીર માટે એક મહત્ત્વપૂર્ણ કસોટી બની રહ્યો છે. બીજી એક ખરાબ શ્રેણી તેમના કાર્યકાળ પર શંકા પેદા કરી શકે છે. ટેસ્ટ મેચોમાં ભારતના નબળા પ્રદર્શન અને તાજેતરના ઇંગ્લેન્ડના ખરાબ પ્રવાસ છતા ગંભીર માટે રાહતની વાત એ છે કે તેમનો કરાર 2027 સુધી છે. કોઈ પણ બોર્ડ અને ખાસ કરીને BCCI જેવું બોર્ડ, જેની પોતાની પ્રતિષ્ઠા છે, વર્લ્ડ કપ સુધી એક વર્ષથી ઓછા સમય બાકી રહેતા હેડ કોચને દૂર કરશે નહીં.

Leave a Reply

error: Content is protected !!