fbpx

‘પાકિસ્તાન આપણી માસી છે…’, કહીને ટ્રોલ થઇ રહ્યા છે સની દેઓલ

Spread the love

'પાકિસ્તાન આપણી માસી છે…’, કહીને ટ્રોલ થઇ રહ્યા છે સની દેઓલ

સની દેઓલ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘બંટવારા 1947’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે, ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં જ અભિનેતા વિવાદમાં ફસાઈ ગયા છે. તેમણે તેમના પિતા, પીઢ અભિનેતા ધર્મેન્દ્ર દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને યાદ કર્યું, જેમાં તેમણે પાકિસ્તાનને ભારતની માસી’ ગણાવ્યું હતું, જેનાથી સોશિયલ મીડિયા પર ટીકાનો માહોલ શરૂ થઇ ગયો. પટનામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેતાએ આ ટિપ્પણી કરી હતી, જેના પર નેટીઝન્સ તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી છે.

sunny-deol1

‘બંટવારા 1947’ના પ્રમોશન દરમિયાન સની દેઓલે શું કહ્યું?

‘બંટવારા 1947’નું બેકગ્રાઉન્ડ પાકિસ્તાન સાથે જોડાયેલું છે, એટલે એક પત્રકારે સની દેઓલને પડોશી દેશ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ પૂછ્યો હતો. અભિનેતાએ જવાબ આપ્યો, પહેલા બંને દેશો એક હતા. જેમ કે મારા પિતા કહેતા હતા, ભારત માતા છે, અને પાકિસ્તાન ભારતમાંથી જ ઉદ્ભવ્યું છે, એટલે તે ‘માસી’ બની ગયું છે. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ.

સની દેઓલને ટ્રોલ થયા

ઘણા લોકોને સની દેઓલ દ્વારા પાકિસ્તાનને માસી તરીકે ઉલ્લેખ કરવાની વાતને પસંદ ન આવી, અને અભિનેતાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જો તકનો લાભ લેવો એ એક કળા છે, તો સની દેઓલ તેના કલાકાર છે. બીજા યુઝરે પોસ્ટ કર્યું કે, ગદર થી ‘ગદ્દાર’ કેમ? શું તારા સિંહ હવે સકીના સાથે પાકિસ્તાનમાં રહેશે? બીજા કોઈએ ટિપ્પણી કરી કેટલું શરમજનક નિવેદન છે.

sunny-deol
aninews.in

‘બંટવારા 1947’ વિશે

વધુ શોધો

બ્રેકિંગ ન્યૂઝ

ચર્ચાપત્ર લેખ

Travel Guides & Travelogues

‘બંટવારા 1947’ ભારતના ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને દેશના સૌથી ઉથસ-પાથલવાળા સમયમાં હિંસા, વિસ્થાપન અને દુ:ખ વચ્ચે એક પરિવારના સંઘર્ષને દર્શાવે છે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ છે. તાજેતરમાં રીલિઝ પહેલા, સની દેઓલ અને તેમના પુત્ર કરણ દેઓલ બિહારના તખ્ત શ્રી હરિમંદિર જી પટના સાહિબની મુલાકાત લઈને પ્રાર્થના કરવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.

Leave a Reply

error: Content is protected !!