fbpx

પ્રાંતિજ ના પોગલુ સ્ટેન્ડ નજીક ગાયો ખેતરમાં ઘૂસી જતાં તકરાર, ત્રણ સામે ગુનો

Spread the love

પ્રાંતિજ ના પોગલુ સ્ટેન્ડ નજીક ગાયો ખેતરમાં ઘૂસી જતાં તકરાર, ત્રણ સામે ગુનો


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ સ્ટેન્ડ નજીક ખેતરમાં ગાયો ઘૂસી જતાં થયેલી તકરાર બાદ ત્રણ વ્યક્તિઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મારામારી, ઇજા પહોંચાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે


પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના પોગલુ સ્ટેન્ડ નજીક ફરિયાદી ભરતસિંહ કિરીટસિંહ મકવાણાનું ખેતર આવેલું છે. તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૧:૩૦ વાગ્યાના અરસામાં આરોપીઓની ગાયો ખેતરમાં ઘૂસી ગઈ હતી આ અંગે ફરિયાદી તથા સાહેદોએ ગાયો ખેતરમાંથી બહાર કાઢવા જણાવતાં મામલો ઉગ્ર બન્યો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ અમરતભાઈ રામજીભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ રામજીભાઈ રબારી અને પીન્ટુભાઈ ભગાભાઈ રબારી, ત્રણેય રહે. પીલુદ્રા, તા. પ્રાંતિજ, દ્વારા ફરિયાદી તથા સાહેદોને ગાળો બોલી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ લાકડી વડે માર મારતાં ફરિયાદીને ડાબા હાથ સહિત શરીરે ઇજાઓ થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે આ ઉપરાંત ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો અને જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારીથી ગુનો કર્યાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આઇપીકલમ કલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!