પ્રાંતિજ-અમદાવાદ હાઇવે પર ટ્રેક્ટરમાં ઓઇલ ભરાવતી વખતે રૂ.૨૦ હજારનો મોબાઇલ ચોરાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે-૪૮ ઉપર કમાલપુર રાધીયાના વડ તરીકે ઓળખાતી જગ્યાએ મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધાયો છે
મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડીયા, કોટવાસ ગામના ૪૮ વર્ષીય જગતસિંહ તલસિંહ રાઠોડ તા.૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે ૪થી ૫ વાગ્યાના સમયગાળા દરમિયાન ટ્રેક્ટરમાં ઓઇલ ભરાવવા માટે ઇન્ડિયન ટ્રેઇલર નામની સર્વિસની દુકાને ગયા હતા દરમિયાન તેમણે પોતાનો વિવો કંપનીનો Y-19 5G ગ્રીન કલરનો મોબાઇલ ફોન, કિંમત રૂ.૧૯,૯૯૯, બંધ કરીને રાખ્યો હતો ટ્રેક્ટરમાં ઓઇલ ભરાવવાની કામગીરી દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે ઘટના અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા જાણ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ કલમ ૩૦૩(૩) મુજબ ગુનો નોંધાયો છે પોલીસ દ્વારા અજાણ્યા આરોપીની શોધખોળ તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે