fbpx

પ્રાંતિજમાં ભીલ સમાજ દ્વારા રામાપીરના નવનેજાની ભવ્ય શોભાયાત્રા

Spread the love

પ્રાંતિજમાં ભીલ સમાજ દ્વારા રામાપીરના નવનેજાની ભવ્ય શોભાયાત્રા
ધંધા-રોજગાર બંધ રાખી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભીલ સમાજના ધર્મપ્રેમી ભાઈ-બહેનો દ્વારા રામાપીરના નવનેજાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામાપીર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સાથે યોજાયેલી આ શોભાયાત્રામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા


પ્રાંતિજના અમીનપુર રોડ ઉપર આવેલા શ્રી રામાપીર મંદિરેથી ભાદરવા વદ નોમના પવિત્ર દિવસે રામાપીર યુવક મંડળ તથા ભીલ-મારવાડી સમાજના લોકો દ્વારા નવનેજાની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રાંતિજમાં વર્ષોથી વસવાટ કરતા સમાજના ભાઈ-બહેનોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં સહભાગી બની ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી શોભાયાત્રા શ્રી રામાપીર મંદિરેથી નીકળી ભાંખરીયા બસ સ્ટેન્ડ થઈ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી રામાપીરના જૂના મંદિર ખાતે પહોંચી હતી ત્યારબાદ શોભાયાત્રા પરત ભાંખરીયા બસ સ્ટેન્ડ થઈ અમીનપુર રોડ ઉપર આવેલા શ્રી રામાપીર મંદિર ખાતે પહોંચી હતી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ભીલ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો રામાપીર પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા સમાજના લોકોએ પરંપરા અને ભક્તિભાવ સાથે નવનેજાના આ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!