fbpx

પ્રાંતિજ ખાતે નિરાધાર-નિરાશ્રિત વૃદ્ધો માટે રાશન કિટ વિતરણ કાર્યક્રમ

Spread the love

પ્રાંતિજ ખાતે નિરાધાર-નિરાશ્રિત વૃદ્ધો માટે રાશન કિટ વિતરણ કાર્યક્રમ

બ્રાઇટ ફ્યુચર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૦૦થી વધુ જરૂરિયાતમંદ વૃદ્ધોને રાશન કિટનું વિતરણ કરાયું

પ્રાંતિજ તા.૨૦|૯|૨૦૨૬

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બ્રાઇટ ફ્યુચર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર, નિરાશ્રિત અને જરૂરિયાતમંદ વૃદ્ધો માટે રાશન કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલી ગંજનંદ સોસાયટી ખાતે બ્રાઇટ ફ્યુચર ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા પ્રમુખ કૈલાસબેન અનુપકુમાર રાઠોડના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સાબરકાંઠા-અરવલ્લી લોકસભા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા સાંસદના હસ્તે નિરાધાર અને નિરાશ્રિત વૃદ્ધોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ૧૦૦થી વધુ નિરાધાર, નિરાશ્રિત અને જરૂરિયાતમંદ વૃદ્ધોને રાશન કિટ આપવામાં આવી હતી જરૂરિયાતમંદ વૃદ્ધોને સહાયરૂપ થવાના હેતુથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ આવકાર્યો હતો આ પ્રસંગે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, બ્રાઇટ ફ્યુચર ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા પ્રમુખ કૈલાસબેન રાઠોડ,  આઇ આર એસ  કમિશનર કસ્ટમ એન્ડ જી એસ ટી  તેજશ રાઠોડ , સી ડી એચ ઓ.સાબરકાઠા ડો રાજ સુતરિયા , કાર્ય પાલક ઇજનેર , પ્રમુખ બાવન સો પરગણા વણકર સમાજ અમરતભાઈ કાપડિયા , કાયૅ પાલક ઇજનેર જે પી સુતરિયા , ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત પ્રાંતિજ આશીષભાઈ રાઠોડ ,  ચેરમેન  સામાજિક ન્યાય સમિતિ નગરપાલિકા હિંમતનગર ભાર્ગવ રાજ , સરપંચ ગંભીરપુરા મહેશભાઈ નાડિયા , જાયન્ટ ગ્રુપ પ્રાંતિજ પ્રમુખ ગોલ્ડ વજેશભાઈ ભાવસાર , નિવૃત્ત PSI પ્રભુદાસ વણકર , સરપંચ ઓરાણ પ્રવિણભાઇ પરમાર , તાલુકા સદસ્ય હિંમતનગર હસમુખ તિરગર , તાલુકા પંચાયત સદસ્ય તલોદ પટેલ અર્પિતાબેન , પૂર્વ ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત હિંમતનગર ભરતભાઈ જાદવ , પમુખ રમણભાઈ , હરેશભાઈ ઉપમુખ , ત્રિકમભાઈ પટેલ તથા સ્વામીનારાયણ નગર સોસાયટી ભાઈઓ બહેનો  લાભાર્થી વડીલો સહિત ટ્રસ્ટના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!