fbpx

સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની રજૂઆત રંગ લાવી

Spread the love

અમદાવાદથી ખેડબ્રહ્મા સ્પેશિયલ ટ્રેન શરૂ

સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની રજૂઆત રંગ લાવી

ભાદરવી પૂનમના મેળાને લઈ લાખો શ્રદ્ધાળુઓને મળશે ટ્રેન સુવિધાનો લાભ

ભાદરવી પૂનમના પાવન પર્વને લઈ અંબાજી, ખેડબ્રહ્મા અને જાદર ખાતે યોજાતા મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ખેડબ્રહ્મા સુધી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવતા સાબરકાંઠા-અરવલ્લી સહિતના શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

અંબાજી, ખેડબ્રહ્મા અને જાદરના મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હોવાથી ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ રજૂઆત કરી હતી તેમની રજૂઆત બાદ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવતા શ્રદ્ધાળુઓને મોટી રાહત મળી છે આ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી સવારે ૯:૩૫ કલાકે ઉપડીને સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, જાદર, વડાલી સહિતના સ્ટેશનો પરથી પસાર થઈ ખેડબ્રહ્મા ખાતે બપોરે ૧૨:૧૦ કલાકે પહોંચશે ત્યારબાદ ખેડબ્રહ્માથી આ ટ્રેન બપોરે ૩:૩૫ કલાકે પરત ફરશે સ્પેશિયલ ટ્રેન શરૂ થતાં અમદાવાદ તેમજ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળામાં પહોંચવું વધુ સરળ બન્યું છે ખેડબ્રહ્માથી અંબાજી જવા માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી શ્રદ્ધાળુઓ ખેડબ્રહ્મા ખાતે માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી પણ સરળતાથી પહોંચી શકશે ખાસ વાત એ છે કે સ્પેશિયલ ટ્રેનના પ્રથમ દિવસે જ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ પ્રાંતિજ રેલવે સ્ટેશન પરથી ટિકિટ લઈ ટ્રેનમાં મુસાફરી કરી ખેડબ્રહ્મા પહોંચ્યા હતા ખેડબ્રહ્મા ખાતે માતાજીને ધજા ચઢાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, નગરપાલિકા કોર્પોરેટર પિયુષભાઈ પટેલ, સંજયભાઈ રાઠોડ, તોરાજી સહિત ભાજપના કાર્યકરો, આગેવાનો તેમજ પ્રાંતિજ અને તાલુકાના લોકોએ પણ પ્રથમ દિવસે સ્પેશિયલ ટ્રેનનો લાભ લઈ ખેડબ્રહ્મા પહોંચીને માતાજીના દર્શન કર્યા હતા સ્પેશિયલ ટ્રેન શરૂ થવાથી ભાદરવી પૂનમના મેળામાં અંબાજી, ખેડબ્રહ્મા અને જાદર જતા માઈભક્તો તથા શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!