fbpx

પ્રાંતિજ પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદથી રૂ.૧.૬૫ લાખના ૧૪ ગુમ થયેલા મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત અપાયા

Spread the love

પ્રાંતિજ પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદથી રૂ.૧.૬૫ લાખના ૧૪ ગુમ થયેલા મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત અપાયા
– મોબાઇલ ગ્રાહકો ને મોબાઇલ પરત મળતા ખુશી જોવી મળી
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ સ્થળોએ ગુમ થયેલા મોબાઇલ ફોનને CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા


નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ,  સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ IPS તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ. કે. પટેલ હિંમતનગર વિભાગ ના માર્ગદર્શન હેઠળ લોકાભિમુખ અભિગમ સાથે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ સ્થળોએ રસ્તામાં પડી જવાથી અથવા અન્ય કારણોસર ગુમ થયેલા કુલ ૧૪ મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ. ૧.૬૫,૦૦૦ થાય છે, તેની વિગતો CEIR પોર્ટલ પર અપલોડ કરી ટ્રેકિંગમાં મૂકવામાં આવી હતી.ટ્રેકિંગ દરમિયાન મોબાઇલ ફોન એક્ટિવ થતાં પ્રાંતિજ પોલીસ ટીમે તમામ ૧૪ મોબાઇલ સફળતાપૂર્વક શોધી કાઢ્યા હતા ત્યારબાદ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત તમામ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા મોબાઇલ પરત મળતા માલિકોએ પ્રાંતિજ પોલીસની ઝડપી અને લોકકેન્દ્રિત કામગીરીની પ્રશંસા કરી હતી આ કામગીરીથી પ્રાંતિજ પોલીસે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો હોવાનું જોવા મળ્યું

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!