fbpx

પ્રાંતિજના રસુલપુર ઝોનમાં અકસ્માતગ્રસ્ત કાર બનશે ચેતવણી, પોલીસ અને NHAIની અનોખી પહેલ

Spread the love

પ્રાંતિજના રસુલપુર ઝોનમાં અકસ્માતગ્રસ્ત કાર બનશે ચેતવણી, પોલીસ અને NHAIની અનોખી પહેલ
-હિંમતનગર-પ્રાંતિજ NH-48 પર રસુલપુર નજીક અનોખું જાગૃતિ અભિયાન

-અકસ્માતગ્રસ્ત કારને ઘટનાસ્થળ નજીક જાહેર પ્રદર્શન માટે મૂકાઈ

-120 કિમી પ્રતિ કલાકની ઝડપે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા

-પોલીસ અને NHAI દ્વારા માર્ગ સલામતી અંગે જીવંત સંદેશ.
વાહનચાલકોને ઓવર સ્પીડ, મોબાઇલનો ઉપયોગ અને નશામાં ડ્રાઇવિંગથી દૂર રહેવા અપીલ

-ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત મુસાફરી કરવા અનુરોધ


સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને NHAI દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે અનોખી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે હિંમતનગર-પ્રાંતિજ નેશનલ હાઇવે-48 પર રસુલપુર નજીક ગંભીર અકસ્માતમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બનેલી કારને જાહેર પ્રદર્શન માટે રસ્તાની બાજુમાં મૂકવામાં આવી છે, જેથી વાહનચાલકો ઓવર સ્પીડ અને બેદરકારીના ભયાનક પરિણામોથી સજાગ બને



પ્રાંતિજ હાઇવે ઉપર પ્રદર્શનમાં રાખવામાં આવેલી આ જ કારમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જે સ્થળે આ અકસ્માત બન્યો હતો, તે જ સ્થળે કારને મૂકીને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતીનો જીવંત સંદેશ આપવામાં આવી રહ્યો છેપોલીસ અને NHAIનું માનવું છે કે અકસ્માતગ્રસ્ત વાહનને જોઈને પસાર થતા વાહનચાલકો વધુ સાવચેત બનશે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરાશે. આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો અને લોકોમાં જવાબદાર ડ્રાઇવિંગ અંગે જાગૃતિ લાવવાનો છે સાબરકાંઠા ટ્રાફિક શાખાના PSI એ.વી. જોશીએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે તેમણે વાહનચાલકોને ઓવર સ્પીડ ટાળવા, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા તેમજ નશાની હાલતમાં વાહન ન ચલાવવા અપીલ કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!