fbpx

વિમલ જાહેરાત કેસમાં શાહરૂખ, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને FDA ની શો-કોઝ નોટિસ

Spread the love

વિમલ જાહેરાત કેસમાં શાહરૂખ, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને FDA ની શો-કોઝ નોટિસ

બોલીવુડના અગ્રણી કલાકારો અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના સિકંજામાં આવ્યા છે. ‘વિમલ ઇલાઇચી’ ની જાહેરાતમાં કામ કરવા બદલ રાજ્યના FDA દ્વારા આ ત્રણેય કલાકારોને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. તંત્રનો આરોપ છે કે આ જાહેરાત મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ‘વિમલ પાન મસાલા’ નું પરોક્ષ અથવા સરોગેટ પ્રમોશન  કરે છે.

મહારાષ્ટ્ર FDA દ્વારા રાજ્યમાં તમાકુ અને પાન મસાલાના વેચાણ તેમજ પ્રચારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ત્રણેય કલાકારોને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર લેખિત ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે કે તેમની સામે કાનૂની પગલાં કેમ ન ભરવા જોઈએ.

આ સપ્તાહે જારી કરાયેલી આ નોટિસમાં દેવગણ, ખાન અને શ્રોફને જાહેરાતમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. FDA મુજબ, આ જાહેરાત ગ્રાહકોના મનમાં ‘વિમલ પાન મસાલા’ ની બ્રાન્ડ સંબંધિત છાપ ઊભી કરે છે, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ (FSS Act), 2006 હેઠળ પ્રતિબંધિત પ્રોડક્ટનું પરોક્ષ પ્રમોશન ગણાય.

03

નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે ઉક્ત જાહેરાતની તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે કે તે ‘વિમલ’ બ્રાન્ડનો પ્રચાર કરે છે, જે મુખ્યત્વે પાન મસાલા સાથે જોડાયેલી છે. મહારાષ્ટ્ર રાજ્યના ફુડ સેફ્ટી કમિશનર દ્વારા 13 જુલાઈ, 2026 ના રોજ જારી કરાયેલા પ્રતિબંધ આદેશ અનુસાર, FSS એક્ટ 2006 ની કલમ 30(2)(a) હેઠળ આ પ્રોડક્ટના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

FDA એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રથમ વખત છે જ્યારે સંસ્થા દ્વારા સરોગેટ (પરોક્ષ) જાહેરાતોની આટલી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર, જાહેરાતની રજૂઆત, ડાયલોગ, પ્રોડક્ટનું નામ અને બજારના સંદર્ભને જોતાં એ ગંભીર સવાલ ઊભો થાય છે કે શું આ પ્રતિબંધિત તમાકુ સંબંધિત પ્રોડક્ટનો અપ્રત્યક્ષ પ્રચાર છે. આ ત્રણેય કલાકારોએ બ્રાન્ડ એન્ડોર્સર (પ્રચારક) તરીકે આ જાહેરાતમાં ભાગ લીધો હતો.

02

મહારાષ્ટ્રમાં 2012 થી તમાકુ કે નિકોટિન યુક્ત ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ તંત્ર દ્વારા તમાકુના વેચાણ અને પ્રચાર સામે અત્યંત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

  • MCOCA હેઠળ કાર્યવાહી: FDA દ્વારા ગેરકાયદેસર ગુટખા અને પાન મસાલાના સંગઠિત નેટવર્ક સામે પોલીસ સાથે મળીને ‘મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ’ (MCOCA) હેઠળ પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
  • 10 લાખ સુધીનો દંડ: તંત્રે FSS એક્ટ, 2006 ની કલમ 24 (જે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો પર રોક લગાવે છે) અને કલમ 53 નો ઉલ્લેખ કર્યો છે. કલમ 53 હેઠળ ગેરમાર્ગે દોરનારી જાહેરાતના પ્રકાશન કે પ્રચારમાં સામેલ પક્ષકાર પર રૂપિયા 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

FDA એ ત્રણેય કલાકારો પાસેથી તેમના એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટની સંપૂર્ણ નકલો, કેમ્પેઇન બ્રીફ, મળેલા વળતરની વિગતો અને જાહેરાત કરતા પહેલાં તેમણે કરેલી યોગ્ય તપાસ ના પુરાવા રજૂ કરવા માગણી કરી છે.

Leave a Reply

error: Content is protected !!