
- વાઘપુર રોડ રોડ ઉપર ખુલ્લી જગ્યા મા જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
રૂ.૧.૮૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારનો કેસ નોંધ્યો
પ્રાંતિજ તા. ૧૮|૮|૨૦૨૬
સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છેજેના ભાગરૂપે પ્રાંતિજ પોલીસે વાઘપુર રોડ ઉપર આવેલા રામદેવનગર વણજારા વાસ ખાતે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૧૦ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પ્રાંતિજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર ઈશ્વરભાઈ તથા હર્ષપાલસિંહ દિલીપસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે રામદેવનગર વણજારા વાસ ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે રામાજી બુધાજી વણજારા, રણજીતભાઈ અશોકભાઈ વાઘેલા, વિનોદભાઈ કલાભાઈ વાઘેલા, શૈલેષભાઈ જકશીભાઈ વાઘેલા, દિનેશભાઈ જગદિશભાઈ વાઘેલા, કરણ હાપુજી વણજારા, રમેશ ઉકાભાઈ કહાર, અક્ષય દસરથભાઈ વાઘેલા, ગેનાભાઈ ખોડાભાઈ ઓડ તથા હિન્દુભાઈ સંગ્રામભાઈ ભરવાડને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી દાવ ઉપરના તથા અંગઝડતીના રોકડા રૂ. ૧૦,૨૭૦ ગંજીપત્તાના ૫૨ પાન, બે મોબાઈલ ફોન તેમજ છ વાહનો મળી કુલ રૂ. ૧,૮૫,૨૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુનો નોંધવામાં આવ્યો છે અને જુગારધારા કલમ-૧૨ મુજબ દસેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.સી. ગોહિલ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી