fbpx

પ્રાંતિજ ડેરી આગળ પેટ્રોલ છાંટી સળગેલા ઇસમનું સારવાર દરમિયાન મોત

Spread the love

પ્રાંતિજ ડેરી આગળ પેટ્રોલ છાંટી સળગેલા ઇસમનું સારવાર દરમિયાન મોત
– પ્રાંતિજ પોલીસે મૃતક નુ પીએમ બાદ સંબંધીઓને બોડી સોપી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના નાનીભાગોળ વિસ્તારમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી આગળ ૧૬ ઓગસ્ટ ના રોજ સાંજ ના ચાર વાગ્યા ની આસપાસ  એક ઇસમે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા ગંભીર રીતે દાઝી ગયો હતો ઘટનામાં ૭૦ ટકાથી વધુ શરીર દાઝી જતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું


પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક ઇસમની ઓળખ મૂળ પ્રાંતિજના વતની બંસીભાઈ ભીાભાઈ કડિયા તરીકે થઈ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી પ્રાંતિજ છોડીને અન્યત્ર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ એકલવાયું જીવન જીવતા હતા અને પગમાં ગેંગરીન જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા બીમારીથી કંટાળી જઈ તેમણે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે બંસીભાઈ પ્રાંતિજ પરત આવ્યા બાદ નાનીભાગોળ વિસ્તારમાં આવેલી દૂધ ડેરી આગળ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી આગ લાગતાં તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પ્રાંતિજ સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે શરીરના ૭૦ ટકાથી વધુ ભાગે ગંભીર રીતે દાઝી જવાથી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસે મૃતકની ઓળખ તેમજ પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ તેમના કુટુંબીજનોને સોંપવામાં આવ્યો હતો પ્રાંતિજ પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!