fbpx

પ્રાંતિજ વ્હોરવાડમાં રોડ-રસ્તા અને ગટર સમસ્યાને લઈ રહીશો પાલિકા કચેરીએ દોડી આવ્યા

Spread the love

પ્રાંતિજ વ્હોરવાડમાં રોડ-રસ્તા અને ગટર સમસ્યાને લઈ રહીશો પાલિકા કચેરીએ દોડી આવ્યા
– દોડી આવેલ રહીશોએ લેખિત તથા મૌખિક રજુઆત કરી
– વ્હોરવાડ વોર્ડ નંબર-૫ ના રહીશો પાલિકા ખાતે દોડી આવ્યા



સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના વોર્ડ નંબર-૫ના વ્હોરવાડ વિસ્તારમાં રોડ-રસ્તા તેમજ ગટરલાઇનની સમસ્યાઓને લઈને સ્થાનિક રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકા કચેરી ખાતે દોડી આવી ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી


રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી વ્હોરવાડ વિસ્તારના અનેક સ્થળોએ રોડ-રસ્તા અને ગટરલાઇનનું યોગ્ય કામ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વોર્ડ નંબર-૫ના અબ્દુલ રહેમાન સ્ટ્રીટ વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યા તેમજ ગટરના ઢાંકણાં તૂટી જવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક જગ્યાએ ગટરના ઢાંકણાં ખુલ્લા હોવાથી બાળકો તેમજ વડીલો તેમાં પડી જવાની ભીતિ સેવાઈ રહી છે ખુલ્લી ગટરોમાંથી દુર્ગંધ ફેલાવા ઉપરાંત મોટા ઉંદરો પણ બહાર આવતા હોવાના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ રહીશોમાં જોવા મળી રહી છે આ ઉપરાંત મોદી સ્ટ્રીટ વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવા છતાં રોડની બંને બાજુનું કામ અધૂરું રહેતા રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને બીમાર અને વૃદ્ધ લોકોને લાવવા-લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને વ્હોરવાડ વિસ્તારની સ્થળ મુલાકાત લઈ સમસ્યાઓનું નિરીક્ષણ કરવા તેમજ તાત્કાલિક ધોરણે રોડ-રસ્તા અને ગટરલાઇનની કામગીરી કરાવવા વિનંતી કરી હતીરહીશોએ પાલિકા તંત્ર સમક્ષ લાંબા સમયથી પડતર સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવી વ્હોરવાડ વિસ્તારના લોકોને રાહત આપવા માંગ કરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!