
પ્રાંતિજમાં સંત શિરોમણી પૂ. રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું સ્વાગત
– સાસંદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત ભાજપ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા
– કળશ ની પુજા કરી માથે મુકીને ધન્યતા અનુભવી
સંત શિરોમણી પૂ. રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદથી હિંમતનગર તરફ ભવ્ય પવિત્ર કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કળશ યાત્રા રવિવારના રોજ પ્રાંતિજ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત અને પૂજન કાર્યક્રમ યોજાયો હતો





કળશ યાત્રા પ્રાંતિજના ત્રણ રસ્તા હાઇવે ઓવરબ્રીજ નીચે બપોરે આશરે ૪:૩૦ કલાકે આવી પોહચતા યાત્રાનુ ફટાકડા ફોડી આગમન પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કળશનું સ્વાગત કરી પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા , ભાજપ ગુજરાત મંત્રી પ્રદિપસિંહ રાઠોડ , જયસિંહ ચૌહાણ , તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ , નગરપાલિકા કોર્પોરેટર ર્ડા.નૃપાંશ પટેલ , પિયુષભાઈ પટેલ , નિકુંજભાઇ રામી , વિપુલભાઈ ભોઇ , મહેશ સિંહ મકવાણા , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , મંત્રી યશવંતભાઈ પટેલ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર , પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , જ્યોતિકાબેન સોલંકી , કૈલાસબેન રાઠોડ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ, સિનિયર કાર્યકર્તાઓ તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કળશ યાત્રાના સ્વાગત અને પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કળશ ની પૂજા કરી કળશ માથે મૂકીને ધન્યતા અનુભવી હતી સંત શિરોમણી પૂ. રવિદાસ મહારાજની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સામાજિક સમરસતા, એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો