fbpx

વિનોદ તાવડે બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી, ગુજરાત અને પંજાબમાં કોને મળી જવાબદારી?

Spread the love

વિનોદ તાવડે બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી, ગુજરાત અને પંજાબમાં કોને મળી જવાબદારી?

ભાજપે મોટો નિર્ણય લેતા વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો, તરુણ ચૂઘને ગુજરાતના પ્રભારી અને સતીશ પુનિયાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

સોમવારે જ, ભાજપે રાજ્યસભાના સાંસદ તાવડેને રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા હતા. સતીશ પુનિયાને રાષ્ટ્રીય મહામંત્રી પણ બનાવવામાં આવ્યા છે. તો, રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારીની ભૂમિકા સોંપવામાં આવી છે. બે દિવસમાં બે યાદીઓ જાહેર થતા એ સ્પષ્ટ થાય છે કે ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિન નબીનની ટીમના 65 નેતાઓની યાદીમાં આઠ ઉત્તર પ્રદેશના હતા.

photo_2026-08-18_14-32-41

આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જ્યારે ગુજરાતમાં ચૂંટણીઓ 2027ના અંતમાં ચૂંટણી યોજાશે. આને લઇને ભાજપ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. સતીશ પુનિયાએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને હવે તેમને પડોશી રાજ્ય પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. સોમવારે ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પંજાબના મનપ્રીત સિંહ બાદલને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

Geographic Reference

ગુજરાતના ચાર નેતાઓને ભાજપની યાદીમાં સ્થાન મળ્યું છે. વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને ઉપાધ્યક્ષ, રોહન ગુપ્તા અને જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી અને હેમાંગ જોશીને યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

BJP1

છેલ્લા કેટલાક મહિનાઓથી વિનોદ તાવડે ઉત્તર પ્રદેશમાં સતત સક્રિય હતા. યોગી મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન તેમણે નામોની પેનલ તૈયાર કરી અને તેને કેન્દ્રીય નેતૃત્વને સુપરત કરી હતી. બાદમાં, તેમણે સંગઠનના વિસ્તરણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ ભાજપ સંગઠનની લગભગ દરેક બેઠકમાં હાજર રહેતા હતા. ત્યારથી અટકળો તેજ થઈ ગઈ હતી કે, તેઓ પ્રભારી બની શકે છે.

જાતિ સમીકરણ શું કહે છે?

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક જનરલ કાસ્ટના છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને સંગઠન મહામંત્રી ધર્મપાલ સૈની OBC સમુદાયમાંથી આવે છે. ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ પંકજ ચૌધરી OBC સમુદાયની કુર્મી જાતિના છે. વિનોદ તાવડે મરાઠા સમુદાયમાંથી આવે છે.

error: Content is protected !!