fbpx

40 કરોડના ખર્ચે બનેલો રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણમાં ધસી પડ્યો; ઘટના કેમેરામાં કેદ

Spread the love

40 કરોડના ખર્ચે બનેલો રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણમાં ધસી પડ્યો; ઘટના કેમેરામાં કેદ

જે રસ્તાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આધુનિક સુવિધાઓથી લેસ અને સારા નિર્માણનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું, એ જ રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણ દરમિયાન અચાનક ધસી ગયો. જોત-જોતામાં જ, રસ્તાની સપાટી નીચેથી ભારે વહેણ સાથે પાણી વહેવા લાગ્યું. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં રસ્તાનો એક ભાગ તૂટતો અને પાણી વહેતું દેખાય છે.
આ ઘટના ઇન્દોરના ગોરાકુંડ ચોક પાસે બની હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તા ધસવાથી બાંધકામની ગુણવત્તા અને ટેકનિકલ ધોરણો પર પ્રશ્નો ઉભા થયા છે.

સોમવારે સવારે નવી પાણીની પાઇપલાઇનનું પ્રેશર પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે ગોરાકુંડ ચોક નજીક રસ્તાનો એક ભાગ અચાનક ધસી પડ્યો. ત્યારબાદ, નીચેથી ઝડપથી પાણી વહેવા લાગ્યું. આ ઘટનાથી નજીકના રહેવાસીઓ અને દુકાનદારોમાં અફરાતફરી મચી ગઇ. CCTV ફૂટેજમાં રસ્તાનો એક ભાગ અચાનક તૂટતો અને ત્યારબાદ પાણીનો જોરદાર પ્રવાહ આવતો જોવા મળે છે.

આ રસ્તો ઇન્દોર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ બડા ગણપતિથી કૃષ્ણપુરા છત્રી સુધી વિકસાવવામાં આવ્યો હતો. તેના બાંધકામ પર આશરે ₹40 કરોડનો ખર્ચ થયો હોવાની વાત સામે આવી છે. રસ્તાની નીચે પાણી, ગટર અને અન્ય ઉપયોગિતા લાઈનોનું નેટવર્ક પણ તૈયાક કરવામાં આવ્યું છે. એવામાં, પાઇપલાઇન પરીક્ષણ દરમિયાન ધસવાથી બાંધકામની ગુણવત્તા પર શંકા ઉભી થઈ છે. જે રસ્તાને ટકાઉ અને આધુનિક સુવિધાઓથી સજ્જ રસ્તા તરીકે વિકસાવવામાં આતો હતો, તેના એક ભાગને આટલું નુકસાન થવાથી સ્થાનિક રહેવાસીઓ પણ નારાજ છે.

Road

આ ઘટના બાદ, ગોરકુંડ વિસ્તારના વેપારીઓએ રસ્તાના બાંધકામની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે જો કરોડો રૂપિયાના ખર્ચ છતા નિયમિત પાઇપલાઇન પરીક્ષણ દરમિયાન રસ્તાનો એક ભાગ ધસી જાય છે, તો બાંધકામ કાર્યની ગુણવત્તા તપાસ થવી જોઇએ. સ્થાનિક સ્તરે હવે એ સવાલ ઉઠી રહ્યા છે કે, રસ્તાની નીચે પાથરવામાં પાઇપલાઇન અને અન્ય ઉપયોગિતા નેટવર્કના બાંધકામ કયા ટેકનિકલ ધોરણો હેઠળ કરવામાં આવ્યું હતું.

આ મામલો હવે રાજકીય અને વહીવટી સ્તરે પહોંચી ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિટીના ઇન્ચાર્જ અને મેમ્બર-ઇન-કાઉન્સિલ (MIC) રાજેન્દ્ર રાઠોડે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલા બાંધકામની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવતા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. રાઠોડે આરોપ લગાવ્યો છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા વિવિધ કામોની ગુણવત્તા અંગે ભૂતકાળમાં પણ સવાલ ઉઠતા રહ્યા છે. તેમણે દાવો કર્યો કે તત્કાલીન મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અગાઉ બાંધકામની ગુણવત્તા અંગેના મુદ્દાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં, કાર્યવાહી ફક્ત નોટિસ આપવા સુધી મર્યાદિત હતી.

રાજેન્દ્ર રાઠોડે એવો પણ આરોપ લગાવ્યો હતો કે જે રસ્તા પર થોડા વર્ષો પહેલા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, તેને વારંવાર રિ-સરફેસિંગ (ડામર) કરવાની જરૂર પડી રહી છે. તેમના મતે, ગોરાકુંડની ઘટનાને નાની ટેકનિકલ ખામી માનીને અવગણી શકાય નહીં; રસ્તાના બાંધકામ, તેની સંરચના અને પાઇપલાઇન નેટવર્કની ટેકનિકલ તપાસ જરૂરી છે.

Road

તેમણે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટર, મુખ્યમંત્રી મોહન યાદવ અને શહેરી વહીવટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયને પત્ર લખીને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગણી કરવાની વાત કહી છે. આ ઘટના પછી, પ્રાથમિક સૌથી મોટો સવાલ રસ્તાની મજબૂતાઇને લઇને ઉઠી રહ્યો છે. જો પાઇપલાઇનના પ્રેશર પરીક્ષણ દરમિયાન રસ્તાનો કોઈ ભાગ ધસી ગયો, તો શું તે સતત વરસાદ, પાણી ભરાવા અને ભારે વાહનોના દબાણને લાંબા સમય સુધી સામનો કરી શકશે?

જોકે, આ ફક્ત આ ઘટનાના આધારે રસ્તાના બાંધકામમાં ભ્રષ્ટાચાર અથવા ગુણવત્તાનો અભાવ સાબિત કરતી નથી. રસ્તો કેમ ધસી પડ્યો, પાઇપલાઇનમાં કેટલું પ્રેશર હતું અને રસ્તા નીચેની સંરચનામાં શું ટેકનિકલ ખામીઓ હતી, તે તપાસ પછી જ સ્પષ્ટ થશે. હાલમાં, ક્ષતિગ્રસ્ત ભાગના સમારકામની સાથે સમગ્ર મામલાની ટેકનિકલ તપાસ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. તપાસમાં જોવું જરૂરી હશે કે રસ્તાના બાંધકામ દરમિયાન નિર્ધારિત ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને પાઇપલાઇન નાખ્યા પછી રસ્તાની સપાટી અને નીચેની સંરચનાને રીતે તૈયાર કરવામાં આવી હતી.

Leave a Reply

error: Content is protected !!