fbpx

ભાવનગરમાં લઠ્ઠાકાંડ, નકલી દારૂ પીતા 4એ જીવ ગુમાવ્યા, કલેક્ટરે ‘રોયલ સ્ટેગ’ પીનારાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા કહ્યું

Spread the love

ભાવનગરમાં લઠ્ઠાકાંડ, નકલી દારૂ પીતા 4એ જીવ ગુમાવ્યા, કલેક્ટરે 'રોયલ સ્ટેગ' પીનારાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા કહ્યું

ભાવનગર જિલ્લામાં નકલી વિદેશી દારૂ પીવાના કારણે ઝેરી અસર થતાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 જેટલા ગામોના 22થી વધુ લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ 18 ઓગસ્ટની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર જ તાકીદની બેઠક યોજી હતી અને આ સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી દીધી છે. ઘટનાની ગંભીરતા જોઈને એસ.પી. મયુરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર પહોંચી ગયા છે.

ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં કુલ 22 લોકોને ઝેરી દારૂની અસર થઈ છે. તેમાંથી 18 લોકો હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે અને 4 લોકોના મોત નીપજ્યા છે. સારવાર લઈ રહેલા 18 દર્દીઓમાંથી 2 ની હાલત અત્યંત ગંભીર છે, 4 દર્દીઓ ICUમાં છે, 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 10 દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર છે. કલેક્ટરે તમામ નાગરિકોને અપીલ કરી છે કે, છેલ્લા 2 થી 4 દિવસ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિએ ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડના દારૂનું સેવન કર્યું હોય, તેઓને કોઈ લક્ષણો દેખાય કે ન દેખાય, તોપણ તેમણે તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ.

05

તપાસમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દારૂની 28 પેટીઓ લાવવામાં આવી હતી. જેમાંથી 15 પેટીઓ પોલીસે જપ્ત કરી લીધી છે અને બાકીની 13 પેટીઓ કબજે કરવા માટે ભાવનગર પોલીસે ચારેય તરફ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ કેસમાં પોલીસે અલગ-અલગ 15 ટુકડીઓ બનાવીને ગત રાતથી અત્યાર સુધીમાં બુટલેગરો અને સપ્લાયરો સહિત 13 શખ્સોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં આ નકલી દારૂ બનાવનારા પરપ્રાંતીયો હોવાનું બહાર આવતાં પોલીસે તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

04

નોંધનીય છે કે, કુલ 5 મૃતકોમાંથી 2 ના મોત શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે, જ્યારે બીજા મૃતકના પરિવારે નકલી દારૂ પીવાથી જ મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે.

ભાવનગરના બુટલેગરે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળ આવતા ધોલેરા વિસ્તારના એક બુટલેગરને દારૂની બે પેટીઓ આપી હતી. જોકે, અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ બંને પેટીઓ કબ્જે કરી લીધી છે. ગઈકાલે મોડી રાત્રે પોલીસે વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અમદાવાદ ગ્રામ્યના તમામ 500 ગામોના સરપંચો સાથે તાકીદની બેઠક યોજી હતી. પોલીસે ગ્રામજનોને રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારૂ ન પીવા માટે ખાસ અપીલ કરી હતી. આ ઉપરાંત, મોડી રાત્રે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂના 200થી વધુ કેસો નોંધ્યા છે.

03

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ માટે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની એક ટીમને મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી છે. મધ્યપ્રદેશથી આવેલા પરપ્રાંતીયોએ વરતેજમાં ગૌતમ નામના શખ્સના ઘરે દારૂ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ મધ્યપ્રદેશના ઉજ્જૈનનો રહેવાસી છે. ભાવનગરમાંથી જ નકલી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું છે. રઈસે જ મિથેનોલનો વધુ પડતો ઉપયોગ કરીને દારૂની 27 થી 28 પેટીઓ તૈયાર કરી હતી. જેમાંથી 7 પેટીઓ કોને કોને વેચવામાં આવી છે તેની તપાસ હાલ ચાલી રહી છે. પોલીસે રઈસ અને તેના સાથીદારોની કડક પૂછપરછ શરૂ કરી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી નેફ્રોલોજિસ્ટ સહિત નિષ્ણાત ડોક્ટરોની ટીમોને તાત્કાલિક ભાવનગર રવાના કરવામાં આવી છે.

ખરકડી ગામે રહેતા વિશ્વરાજસિંહ ગોહિલની પોલીસ ભરતીમાં પસંદગી થઈ હોવાથી તેમણે પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદિપસિંહ ગોહિલ અને જયદિપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપી હતી. પાર્ટીમાં ચારમાંથી ત્રણ મિત્રોએ ‘રોયલ સ્ટેગ’ દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે વિશ્વરાજસિંહ ગોહિલ ગંભીર હાલતમાં અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસમાં આ દારૂમાં મિથેનોલ અથવા ઇથેનોલનું પ્રમાણ અતિશય વધી જવાથી આ ઝેરી અસર થઈ હોવાનું સામે આવ્યું છે.

SDM અક્ષર વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં 20 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5, BIMS હોસ્પિટલમાં 1 અને વેદ ICUમાં 2 દર્દીઓ ભર્તી છે. ગઈકાલ સાંજ સુધીની માહિતી મુજબ ઉપેન્દ્રસિંહ ગોહિલ અને કાર્તિક મકવાણાનું મોત થયું છે.

મૂળ ઈન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ નામના દર્દી, જેઓ વેદ ICUમાં દાખલ હતા, તેમનું પણ મોત નીપજ્યું છે. જોકે, તેમણે અમદાવાદથી મુસાફરી કરી હોવાથી તેમના મોતનું ચોક્કસ કારણ પોલીસ તપાસનો વિષય છે અને હાલ તબક્કે તેને આ લઠ્ઠાકાંડ સાથે સીધું સાંકળી શકાય તેમ નથી. તંત્ર દ્વારા આ કેસ માટે અલગથી મેડિકલ ટીમ ફાળવવામાં આવી છે અને દર્દીઓની સંભાળ માટે ડેડિકેટેડ સ્ટાફ તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

02

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂની પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ આ લઠ્ઠાકાંડનો પર્દાફાશ થયો હતો. હાલ ઘનશ્યામસિંહ જાડેજા સદવિચાર હોસ્પિટલમાં અને વિશ્વરાજસિંહ ગોહિલ (ઉં.વ. 24) અર્હમ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસે ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂનું વેચાણ કરનારા 4 બુટલેગરોને ઝડપી લીધા છે. મૃતકના ભાઈએ આશંકા વ્યક્ત કરી છે કે દારૂમાં ઝેર ભળેલું હોવાની પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

error: Content is protected !!