
પ્રાંતિજ માં ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
– મુસ્લિમ વિસ્તારો મસ્જીદો રોશની થી શણગારવામાં આવ્યાં હતાં
– ઈદે મિલાદ પર્વ નિમિત્તે પ્રાંતિજ ના વિસ્તારો માંથી શાંતિ- શિસ્તરીતે ઝુલુસ નિકળ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈસ્લામ ધર્મના પયગંબર હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી પર્વને લઈ બે દિવસ અગાઉથી જ પ્રાંતિજના મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી
ઈદે મિલાદ પર્વ નિમિત્તે પ્રાંતિજના પઠાણવાડા, બારકોડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી મુસ્લિમ બિરાદરો તથા ઝુલુસ કમિટી દ્વારા શાંતિ અને શિસ્ત સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ઝુલુસ પ્રાંતિજના વિવિધ માર્ગો પરથી પસાર થયું હતું આ દરમિયાન એકતા, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહને દુઆ કરવામાં આવી હતી ઝુલુસના માર્ગો પર ધર્મપ્રેમી લોકો દ્વારા ઠંડા પીણા, દૂધ, આઈસ્ક્રીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ઠેર-ઠેર પાણીની પરબ પણ રાખવામાં આવી હતી બજારચોકમાં કરવામાં આવેલી આકર્ષક રોશની નિહાળવા હિન્દુ-મુસ્લિમ સહિતના લોકો રાત્રિના સમયે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઈદે મિલાદ પર્વ નિમિત્તે પ્રાંતિજની વિવિધ મસ્જિદોના ઈમામ સાહેબોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું
પઠાણવાડા ઈદે મિલાદ કમિટી દ્વારા રઈસ ભાઈ કસ્બાતી, હઝરત ઝુલ્ફીકાર અલી સાહેબ અને મૌલાના નઝીર અહેમદ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા ઈદે મિલાદના ઝુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાંતિજ પીઆઇ ડીઆર પઢેરીયા દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પ્રાંતિજ પોલીસની દેખરેખ હેઠળ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું



