
લખનૌ-કાનપુર એક્સપ્રેસવે પછી, ગંગા એક્સપ્રેસવે હવે રસ્તો ધસવાનો રેકોર્ડ બનાવી રહ્યો છે. સોરાંવમાં એક મહિનામાં પાંચમી વખત સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પ્રયાગરાજમાં જુડાપુર દાંદુ ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ વે પર વિવિધ સ્થળોએ ખાડા અને તિરાડો દેખાય છે. બુધવારે, કોન્ટ્રાક્ટર ફરીથી એક લેન બંધ કરીને સમારકામ કરી રહ્યો હતો. ભારે વરસાદ બાદ ₹36,230 કરોડના ખર્ચે બનેલા ઉત્તર પ્રદેશના ગંગા એક્સપ્રેસવે પર 10 મીટર ઊંડો ખાડો પડી ગયાના માત્ર એક જ અઠવાડિયામાં, તેના પર કરાયેલા થીગડાં (પેચવર્ક) પર ફરીથી નવી તિરાડો પડી ગઈ છે.
છેલ્લા પખવાડિયામાં જ, ગંગા એક્સપ્રેસ વે ઘણા સ્થળોએ ધસી ચૂક્યો છે. તો, રસ્તા પર 421 અને 422 વચ્ચે બશીરતગંજ અને સરાય કટિયાન ગામો નજીક ઘણી વખત સમારકામ કરવા છતે બુધવારે ફરીથી ધસી ગયો હતો. માર્ગ ધસ્યા પછી, ત્રણ ઇંચ પહોળી અને 25 મીટર લાંબી તિરાડ દેખાઈ છે.
બશીરતગંજ નજીકના દહી વિસ્તાર નજીક ગંગા એક્સપ્રેસવેના 422 પર ફરી વરસાદને કારણે લગભગ 25 મીટર સુધી પહોળી તિરાડ પડી ગઈ હતી, અને ઢાળ પરના કોંક્રિટને નુકસાન થયું હતું. જેના પહર એક અઠવાડિયા પહેલા જ પેચ-વર્ક કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વરસાદ શરૂ થતા જ, કિલોમીટર 421 અને 422 વચ્ચે રસ્તો ધસવાનો સિલસિલો બંધ થવાનું નામ લઇ રહ્યો નથી.

અત્યાર સુધી અહીં વિવિધ સ્થળોએ ઘણી વખત રસ્તો ધસી ચૂક્યો છે. એક્ઝિક્યુટિવ એજન્સી, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એન્જિનિયરોની બેદરકારી હવે કંપની માટે એક મોટી સમસ્યા બની રહી છે; કામદારોનું સમારકામ કરી રહ્યા છે, તેમ તેન રસ્તાને નુકસાન થતું જાય છે.
નિષ્ણાતો જણાવે છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા માટી નાખીને ઢાળ પર તેને રોલરથી દબાવવામાં આવ્યો નહોતો, જેના કારણે રોડ ક્ષતિગ્રસ્ત થતો જઇ રહ્યો છે.
રસ્તા સુધારણાના પ્રયાસોના ભાગ રૂપે, કિલોમીટર 421 અને 422 વચ્ચેના મોટાભાગના ઢાળ પર કોંક્રિટ સ્લેબ નાખવામાં આવ્યા છે. જો કે, આ સ્લેબને વારંવાર નુકસાન પણ થઈ રહ્યું છે. બાંધકામ એજન્સી પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ મેનેજર આર.કે. મિશ્રાએ જણાવ્યું હતું કે હાલમાં આ રૂટ પર સુધારાત્મક કાર્યો ચાલી રહ્યા છે. ટ્રાફિકનો પ્રવાહ જળવાઈ રહ્યો છે.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, પ્રયાગરાજના જુડાપુર દાંદૂથી મેરઠ સુધીના આશરે 618 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ વે પર મોટરસાયકલથી લઈને ભારે વાહનો સુધીના તમામ પ્રકારના વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ એક્સપ્રેસ વે પર વારંવાર સમારકામ થવાથી વાહનચાલકો ખૂબ જ હતાશ છે.
વાહનચાલકોનું કહેવું છે કે બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કર્યો છે. સમારકામ માટે અચાનક લેન બંધ કરવાથી ઝડપભેર આવતા વાહનો માટે અકસ્માતનું જોખમ લું છે, જેનાથી મુસાફરોની સલામતી અંગે ચિંતાઓ ઉભી થાય છે.
ટોલ પ્લાઝા મેનેજર કુશલ સિંહે જણાવ્યું હતું કે આ રીતે રસ્તાને અવરોધીને સમારકામ કરવું એ નિયમોનું ઉલ્લંઘન છે. તેમણે ચેતવણી આપી હતી કે રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે.