fbpx

પ્રાંતિજના કરોલ ગંડેરી પાસે ગમખ્વાર અકસ્માત

Spread the love

પ્રાંતિજના કરોલ ગંડેરી પાસે ગમખ્વાર અકસ્માત
– કારચાલકે ત્રણને અડફેટે લીધા
– ભાઇનું ઘટનાસ્થળે મોત, બહેન અને એક વર્ષના ભાણીયાને ગંભીર ઇજાઓ પહોંચતા હિંમતનગર ખસેડાયા


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કરોલ ગંડેરી પાસે આજે ફુલસ્પીડે આવી રહેલી કારના ચાલકે રોડની સાઇડમાં જઈ રહેલા ભાઇ-બહેન અને એક વર્ષના ભાણીયાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૧૩ વર્ષના કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની બહેન અને એક વર્ષના ભાણીયાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


પ્રાપ્ત માહિતી મુજબ, કારચાલક પોતાના કબજાની કાર  નંબર  જી.જે.૦૯બીસી ૭૨૬૭ પૂરઝડપે હંકારીને પ્રાંતિજના ગંડેરી પાસે પસાર થઈ રહ્યો હતો દરમિયાન રોડની સાઇડમાં જઈ રહેલા ત્રણ વ્યક્તિઓને કારચાલકે અડફેટે લીધા હતા અકસ્માતમાં  હિતેશભાઈ બાલાજી સોલંકી ઉંમર ૧૩ વર્ષ ને શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે હિતેશભાઈની બહેન અનિતાબેન સોલંકી ઉંમર ૨૦ વર્ષ તથા તેમના એક વર્ષના પુત્ર રણવીરસિંહ સોલંકી ઉંમર ૧ વર્ષ ને પણ શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્મતમાં ત્રણ લોકોને અડફેટે લેવાતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી જાણ થતાં ૧૦૮ની ટીમ અને પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્ત માતા-પુત્રને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ બંનેની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ, અકસ્માત બાદ પ્રાંતિજ પોલીસે કારચાલકને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!